ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારનિગમ, રાજકોટ વિભાગની કચેરી દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશિપ યોજના અંતર્ગત રાજકોટ વિભાગ હેઠળના

GSRTC રાજકોટ વિભાગમાં એપ્રેન્ટીસની ભરતી, આ રીતે કરો અરજી

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી
Spread the love

Jobs in GSRTC: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારનિગમ (GSRTC) , રાજકોટ વિભાગ (Rajkot Division)ની કચેરી દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશિપ યોજના અંતર્ગત રાજકોટ વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, ટાયર પ્લાન્ટ-રાજકોટ તથા રાજકોટ, સુરેન્દ્રનગર,લીંબડી, મોરબી, ગોંડલ, ચોટીલા, વાંકાનેર, જસદણ, ધાંગધ્રા ડેપો, વોલ્વો રાજકોટ ખાતે એપ્રેન્ટીસ ડીઝલ મીકેનીક, મોટર મીકેનીક, ઓટો ઈલે., વેલ્ડર(ગેસ & ઈલેક્ટ્રીક), ફીટર ટ્રેડ માટે 10 પાસ + આઈ.ટી.આઈ પાસ તેમજ કોપા ટ્રેડ માટે 12 પાસ + આઈ.ટી.આઈ પાસ તેમજ ડીગ્રી મીકેનીકલ એન્જીનીયરીંગ (વર્ષ-2020 પછી પાસ આઉટ) કરેલ હોઈ તેવા એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકેની ભરતી કરવામાં આવશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ માટેના અરજીપત્રક તા. 10/01/2024 સુધીમાં મહેકમ શાખા, વિભાગીય નિયામકશ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે સવારે 11-00 થી 14-00 કલાક દરમ્યાન મેળવી લેવાના રહેશે.

અરજીપત્રકમાં જરૂરી વિગત ભરીને તા. 11/01/2024, સમય 14-00 કલાક સુધીમાં પરત કરવાના રહેશે. ઉમેદવાર apprenticeshipindia.gov.in વેબસાઈટમાં ESTABLISHMENT પર જઈ GSRTC-RAJKOT સર્ચ કરી ઓનલાઈન અરજી કરી શકશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વધુ વિગતો મેળવવા વિભાગીય નિયામકની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક સાધવા વિભાગીય નિયામક એસ.ટી.રાજકોટની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો: શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા, 16થી 22 જાન્યુઆરી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.