દ્વારકામાં આહીરાણીઓએ ઈતિહાસ રચ્યો, અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંસ્થાના આહીરાણીઓએ નૃત્ય ભજવ્યું, 37 હજારથી વધુ આહીરાણીઓએ ભાગ લીધો, નૃત્ય નિહાળવા લાખોની સંખ્યામાં લોકો દ્વારકાના ACC ગ્રાઉન્ડમાં ઉમટ્યા.
Devbhumi Dwarka: દ્વારકામાં આહીરાણીઓએ ઈતિહાસ રચ્યો, અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંસ્થાના આહીરાણીઓએ નૃત્ય ભજવ્યું, 37 હજારથી વધુ આહીરાણીઓએ ભાગ લીધો, મહારાઓનો નૃત્ય નિહાળવા લાખોની સંખ્યામાં લોકો દ્વારકાના ACC ગ્રાઉન્ડમાં ઉમટ્યા.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
Maharas: સાંસદ પૂનમબેન માડમે પણ રાસમાં ભાગ લીધો હતો. દેશના ખૂણે-ખૂણેથી અને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા દુબઈ સહિત વિશ્વભરમાંથી આહીરાણીઓ રાસ રમવા દ્વારકા આવી છે.
મહારાસના ભવ્ય આયોજનને પગલે જગતમંદિર દ્વારકાને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે. મંત્રી સહિત ઘણા લોકો રાણીઓના મહેલને જોવા માટે એકઠા થયા છે. હાલમાં જગતમંદિર દ્વારકામાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે.
આ પણ વાંચો : ઈલેક્ટ્રિક વાહનોને લઈ નિતિન ગડકરીનું મોટું નિવેદન
યાત્રાધામ દ્વારકાના કૃષ્ણ નગરના પ્રાંગણમાં 37,000 મહિલાઓના મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરંપરાગત પહેરવેશમાં રેકોર્ડબ્રેક મહિલાઓએ મહારાસ રમીને ઈતિહાસ રચ્યો હતો.