Gold Price : ગોલ્ડન મેટલ સોનાનો ભાવ આજે તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ભાવમાં રેકોર્ડ ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત, COMEX પર સોનું 2100 ડોલર પ્રતિ ઔંસની ઉપર ગયું છે, જે તેની રેકોર્ડ ઊંચી સપાટી છે.
આ પણ વાંચો : ગુજરાત સરકારે આઈટી પોલીસી કરી જાહેર, 1 લાખ નોકરીનું થશે સર્જન
સોનાએ ભારતમાં પ્રથમ વખત રૂ. 64,000ની ઊંચી સપાટી બનાવી
દેશમાં સોનાના ભાવ અત્યાર સુધીના સૌથી મોંઘા સ્તરે પહોંચી ગયા છે અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર તે પ્રથમ વખત રૂ. 64,000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. MCX પર સવારે 10 વાગ્યે, સોનું 63874 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું અને 517 રૂપિયા અથવા 0.82 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે સોનાની કિંમત પહેલીવાર રૂ. 64 હજાર સુધી પહોંચી ગઈ છે અને આ સોનાનું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. સોનાના ભાવ MCX પર તેના ફેબ્રુઆરીના વાયદા માટે છે.
સોનાના ભાવમાં બે મહિનામાં 7000 રૂપિયાનો વધારો
સોનાએ આજે ફરી એક નવો રેકોર્ડ બનાવ્યો છે, છેલ્લા 2 મહિનામાં આ કિંમતી ધાતુ 7000 રૂપિયાથી વધુ મોંઘી થઈ છે.
રિટેલ માર્કેટમાં પણ સોનું રૂ.64000ને પાર પહોંચી ગયું
ફ્યુચર્સ માર્કેટમાં સોનાના ઓલ ટાઈમ હાઈ રેટ જોવા મળી રહ્યાં છે, રિટેલ માર્કેટ પણ પાછળ નથી. ચાર મોટા મેટ્રો શહેરોમાં સોનું 64 હજાર રૂપિયા મોંઘુ થઈ રહ્યું છે. જાણો તમારા શહેરમાં સોનાના લેટેસ્ટ ભાવ શું છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
જાણો દિલ્હીમાં સોના ભાવ
દિલ્હીના બુલિયન માર્કેટમાં આજે સોનું 440 રૂપિયાના વધારા સાથે 64350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. આ 24 કેરેટ સોનાના ભાવ છે. જ્યારે દિલ્હીમાં 18 કેરેટ સોનાની કિંમત 330 રૂપિયા વધીને 48270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.
મુંબઈમાં પણ સોનાના ભાવમાં વધારો થયો
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ સોનાની ચમક ઐતિહાસિક રીતે વધી છે. અહીં 24 કેરેટ શુદ્ધતાનું સોનું હવે 440 રૂપિયાના વધારા સાથે 64200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. 18 કેરેટ શુદ્ધતાનું સોનું 330 રૂપિયા મોંઘું થઈ ગયું છે અને 10 ગ્રામ દીઠ 48150 રૂપિયા થઈ ગયું છે.
આ પણ વાંચો : ચક્રવાત મિચોંગનું તાંડવ, ચેન્નઈ વરસાદી પાણીમાં ડૂબ્યું
ચેન્નાઈમાં સોનાનો ભાવ રૂ.650 વધ્યો
ચેન્નાઈમાં 650 રૂપિયાના વધારા સાથે સોનું 65150 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે આવી ગયું છે, જે દેશના તમામ બજારોમાં સૌથી મોંઘા ભાવોમાંથી એક છે. અહીં 18 કેરેટ શુદ્ધતાનું સોનું 600 રૂપિયા વધીને 59750 રૂપિયા થઈ ગયું છે.
કોલકાતામાં સોનાનો ભાવ
કોલકાતામાં આજે 24 કેરેટ શુદ્ધ સોનું 440 રૂપિયાના વધારા સાથે 64200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે, જ્યારે 18 કેરેટ સોનું 330 રૂપિયાના વધારા સાથે 48150 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.