Shivangee R Khabri Media Gujarat
માલીની ઉંમર ૧૭ વર્ષની હતી. માલી એના મમ્મી પપ્પા સાથે અમદાવાદ પાસે એક ગામડામાં રહે છે. માલી ના પપ્પા સુંદર જી ને ખેતીનું કામ કાજ હતું. ખેતીના કામ માંથી થોડું ઘણું કમાય એને પોતાનું જીવન જીવે. સુંદર જી ખૂબ મહેનત કરતા હતા અને પોતાના પરીવાર ને અતિશય પ્રેમ કરતા હતા.
સુંદર જી ના મોટા ભાઈ પણ હતા. મોટા ભાઈ નું ઘર ધન ધાન્ય થી ભરપુર હતું અને સુંદર જી નું ઘર માંડ માંડ પૂરું કરતા હતા. તો પણ એની નજર સુંદર જીના પાક ઉપર હતી અને જમીન ને હડપવા માંગતા હતા.
અચાનક રાત્રે ખેતરમાં અનાજના ઢગલા માંથી અનાજ ઓછું થવા લાગ્યું. સુંદર જી ની એક વર્ષની મહેનત ઉપર પાણી ફરતું હતું. ધીરે ધીરે અનાજ પૂરું થઈ રહ્યું હતું.
સુંદર જી ખૂબ ટેન્શન લેતા હતા. કશું સમજાતું ના હતું. અચાનક માલી ના પપ્પા એ આત્મહત્યા કરી લીધી કારણકે એની કમાણી માટે હવે કશું ના હતું. માલી અનાથ થઈ ગઈ. માલી એ પોલીસ સ્ટેશન ગઈ અને પોલીસ ને બધી વાત કરી. પોલીસ એ એને ખીજાઈ ને પોલીસ સ્ટેશન ની બહાર ધકેલી દીધી. માલી રડતી હતી. માલી ની માં એ કહ્યું, “બેટા, આપણા નસીબમાં જે હોય એ આપણે ભોગવવું પડે છે. તું ચિંતા ના કર આપણે ન્યાય મળશે.”
માલી એ કહ્યું, “માં, આપણે જ ન્યાય કરવો પડશે. અને હું જાણી ને રહીશ આપનું અનાજ કેમ ઓછું થાય છે. એને હું સજા અપાવીશ. પોલીસ માનતા નથી હવે હું પુરાવા ભેગા કરીશ. તું મને આશીર્વાદ આપ માં!”
માલી એ એક ચાડિયા નો ડ્રેસ તૈયાર કર્યો. ચડિયા ને ઇંગ્લીશ માં સ્ક્રેર ક્રો કહેવાય. એને મનમાં ધારી લીધું હતું કે જે કોઈએ અનાજ ચોરે છે એને હું સબક શીખાડી ને રહીશ.
હવે માલી રાત્રે ચાડીયાના કપડા પહેરી ને પોતાના ખેતરમાં ઊભી રહે. એક..બે…ત્રણ… એમ આઠ દિવસ વીત્યા પણ કોઈ ના આવ્યું કારણકે ત્યાં અનાજ પડ્યું ના હતું. પણ એને જોયું કે એક જીપ દરરોજ એના ખેતર પાસે આવે ૨ સેકન્ડ માટે ઊભી ને ત્યાં થી ચાલી જાય. દસમા દિવસે માલીના ખેતરમાં ઢેર પડ્યું હતું અને આજે એને વિશ્વાસ હતો કે ચોર પકડાશે.
રાત્રે ૧૧ વાગ્યે માલી એના પહેરવેશમાં ઊભી હતી. અને જોયું એના મોટા પપ્પાનો દીકરો અનાજ ચોરતો હતો એ જોઈ ને માલી ના પગ નીચે થી જમીન ખસી ગઈ. એ રડતી હતી. બીજા દિવસ થી જ્યારે પણ એનો ભાઈ આવતો ત્યારે એ ચાડિયો બની ને એની પાછળ ભાગતી. અને મોટા પપ્પા નો દીકરો વિમલ ડરતો હતો.
માલી એ પિતાનું અનાજ પાછું મેળવવા માટે ચાડિયો બની ને વિમલના ખેતર માં ગઈ અને અનાજ મેળવતી હતી. વિમલ એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પણ “ભાગતા ચડીયા” થી ડરતા હતા. ધીરે ધીરે એ ભાગતા ચડિયાનો ભય ગામડાં માં ફેલાઈ ગયો.
એક દિવસ પોલીસ એ એને પકડી લીધી. પણ હકીકત કહી અને રડતી હતી. એને કહ્યું, “આ લોકો ના કારણે હું અનાથ બની છું. અને મે માત્ર મારું જ અનાજ પાછું લીધું છે.”
પોલીસ એ વિમલ ને સજા આપી અને માલી એ બધું પાછું મેળવ્યું.
દોસ્તો, જે આપણા હકનું છે એ આપણે મેળવવું જોઈએ પણ આપણી નીતિ સાચી હોવી જોઈએ. જો નીતિ સાચી હશે તો ઈશ્વર સાથે રહેશે. તો મિત્રો આ વાત વિશે તમારું શું કહેવું છે? કૉમેન્ટ સેક્શન માં અમને જણાવો. જો તમને આ વાત ગમી હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ સેકશનમાં અમને જણાવો કે શું માલી એ સાચું કર્યું? ફરીથી આવીશ આવી વાત સાથે ત્યાં સુધી આવજો.