Goa Murder Case : સૂચના સેઠે પોતાની દીકરાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે તેણે પોતાના હાથની નસ કાપી નાખી હતી.
આ પણ વાંચો : પિતા પુત્રને ન મળી શકે તે માટે માતાએ આપ્યો ખોફનાક ઘટનાને અંજામ
Goa Murder Case : ગોવામાં 4 વર્ષના પુત્રની નિર્દયતાથી હત્યા કરનાર સુચના સેઠ પોલીસ કસ્ટડીમાં છે. હાલ તેની આ હત્યા અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સુચના સેઠના પુત્રની હત્યાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. બેંગલુરુ સ્થિત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્ટાર્ટઅપના સીઈઓ સુચના સેઠે પોસ્ટમોર્ટમના ઓછામાં ઓછા 36 કલાક પહેલા તેના પુત્રનું ગળું દબાવીને હત્યા કરી હતી. મૃતકના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. તેને મારવા માટે ગાદલા કે વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પુત્રની હત્યા બાદ માતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
પ્રાથમિક તપાસના આધારે પોલીસે કહ્યું છે કે સુચનાએ તેના પુત્રની હત્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેણે ધારદાર હથિયાર વડે તેના કાંડાની નસ કાપી નાખી હતી. હાલ તેને સારવાર આપી કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. ગોવા પોલીસે જે હોટેલમાં આ હત્યા કરવામી આવી હતી ત્યાં બહારના લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ગોવા પોલીસે આરોપી સુચના સેઠની સોમવારે રાત્રે કર્ણાટક નજીક ચિત્રદુર્ગમાંથી ધરપકડ કરી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ન્યૂઝ 18ના રિપોર્ટ અનુસાર, ગોવા હત્યાકાંડને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. બાળકના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યાં છે. પોસ્ટમોર્ટમ કરનાર કર્ણાટક સરકારી હોસ્પિટલના ડૉક્ટર કુમાર નાઈકે કહ્યું, ‘બાળકની હત્યા 36 કલાક પહેલા કરવામાં આવી હતી. ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી, હાથ વડે ગળું દબાવવાથી બાળકનું મોત થયું હોય તેવું લાગતું નથી.
આ પણ વાંચો : જાણવા જેવું : જાણો, સાંપ સામાન્ય રીતે કેટલી નિંદર માણે છે?
ડૉક્ટરે કહ્યું, ‘એવું લાગે છે કે ઓશીકું કે બીજી કોઈ વસ્તુ વાપરવામાં આવી છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે શરીરમાં કોઈપણ પ્રકારની ‘કઠોર મોર્ટિસ’ મળી નથી. રિગોર મોર્ટિસ એવી સ્થિતિ છે જ્યારે સ્નાયુઓમાં રાસાયણિક પ્રતિક્રિયાઓને કારણે શરીરના ભાગો સખત થઈ જાય છે.