Jagdish, Khabri Media Gujarat :
Gir Somnath : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટિલ વેરાવળ ખાતે વિમ્સ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના લોકાર્પણ માટે પહોંચ્યા હતાં. લોકાર્પણ દરમિયાન સી.આર. પાટિલ દ્વારા કરવામાં આવેલા એક નિવેદનને કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હોસ્પિટલના લોકાર્પણ સમયે સી.આર. પાટિલે અમરીશ ડેર માટે નિવેદન આપતા કહ્યું, કે તેમને હું હાથ પકડીને લાવવાનું છું.
આ પણ વાંચો : MP Election 2023 : અમિત શાહે કમલનાથને લીધા આડે હાથ
વેરાવળમાં હોસ્પિટલના લોકાર્પણ સમયે સંબોધન આપતા સી.આર. પાટિલે કહ્યું, કે જેના માટે મે રૂમાલ રાખ્યો હતો તેઓ બસ ચૂકી ગયા. તેમણે લોકો સામે જોઈને કહ્યું કે, તે મારો મિત્ર છે હું તેને લાવવાનો જ છું. હાથ પકડીને. ત્યાર બાદ તેમણે અંબરીશ ડેર સામે જોતા કહ્યું કે, જો જો અંબરીશ કેટલા લોકો તાળીઓ પાડે છે.
આ પણ વાંચો : નિષ્ણાતોએ ચેતવણી આપી આ 4 વાયરસ 2050 સુધીમાં તબાહી મચાવી દેશે
ઉલ્લેખનીય છે, કે ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલા અમરેલીમાં યોજાયેલા એક સામાજિક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે હાજરી આપી હતી. તે દરમિયાન રાજુલાના કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેરની હાજરીમાં નિવેદન કર્યું હતું, કે “ડેરને તો મારે એકવાર ખખડાવવા પડશે, ખખડાવવાનો મારો અધિકાર છે.” એટલું જ નહિ તેઓએ કહ્યું હતું, કે “આપણે બસમાં બેસતા ત્યારે કેમ રૂમાલ મૂકી જગ્યા રાખતા તેમ અમે ડેર માટે જગ્યા રાખી મૂકી છે.”
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.