Gir Sanctuary : ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અનેકવિધ કાર્યો કરી રહી છે. ગીર અભ્યારણ્ય પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. ગત એક વર્ષમાં ગીર અભ્યારણ્યની 1.93 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
આ પણ વાંચો – હવે સૌરાષ્ટ્રવાસીઓને ઘર આંગણે જટિલ રોગોની સારવાર
Gir Sanctuary : વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયનના (Asiatic Lion) જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેલ્લા એક વર્ષમાં ગીર અભયારણ્યની 1.93 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. જેમાં 6,497 વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પ્રવાસીઓ દ્વારા સરકારને આશરે 5 કરોડની આવક
વિધાનસભા ખાતે ગીર અભયારણ્ય (Gir Sanctuary) ખાતે પ્રવાસીઓની મુલાકાત અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીએ ઉમેર્યું કે, છેલ્લા એક વર્ષમાં આ ગીર અભયારણ્ય ખાતે 1,93,415 પ્રવાસીઓએ મુલાકાતે આવ્યા હતા. જેમાં 1,86,918 ભારતીય અને 6,497 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જેનાથી રાજ્ય સરકારને રૂ. 4,92,00,350ની આવક થઇ છે. તેમણે ઉમેર્યું કે, આ આવકનો ખર્ચ સિંહોના સંરક્ષણ, સંવર્ધન, બચાવ રાહત અને પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે કરવામાં આવે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
મુલાકાત માટે ઓનલાઈન બુકિંગ સુવિધા
પ્રવાસીઓ અભ્યારણ્યની મુલાકાત માટે www.girlion.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન બુકિંગ (Online Booking) કરવાનું હોય છે. આ બુકિંગ જો મુલાકાતીઓ દ્વારા કેન્સલ કરવામાં આવે તો એ માટે પ્રવાસીઓને રકમ પરત કરવામાં આવે છે. જેમાં મુલાકાત તારીખથી 10 દિવસ પહેલા મુલાકાતી બુકિંગ કેન્સલ કરાવે તો 75 ટકા રકમ, 5 દિવસ પહેલા બુકીંગ કેન્સલ કરાવે તો 50 ટકા રકમ, 2 દિવસ પહેલા બુકીંગ કેન્સલ કરાવે તો 25 ટકા રકમ પરત કરવામાં આવે છે. છેલ્લી ઘડીએ મુલાકાતી દ્વારા બુકીંગ કેન્સલ કરવામાં આવે તો રકમ પરત કરવામાં આવતી નથી.