જામનગર મીઠાપુર પોલીસ સ્ટેશન (Mithapur Police Station)ના સ્ટાફ પર આરંભડા પાસે બોલેરો કેમ્પર વાહન ચઢાવી દઈ પોલીસની હત્યાનો પ્રયાસ કરાયો હતો. તે પછી ફિલ્મી ઢબે શરૂ કરાયેલા પીછા દરમિયાન આ વાહનમાં રહેલા શખ્સો ખંભાળિયા પાસે વાહન મૂકી પલાયન થઈ ગયા હતા.

Jamnagar: મીઠાપુર પોલીસ પર હત્યાનો પ્રયાસ કરનાર ટોળકી ઝડપાઈ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Jamnagar News: જામનગર મીઠાપુર પોલીસ સ્ટેશન (Mithapur Police Station)ના સ્ટાફ પર આરંભડા પાસે બોલેરો કેમ્પર વાહન ચઢાવી દઈ પોલીસની હત્યાનો પ્રયાસ કરાયો હતો. તે પછી ફિલ્મી ઢબે શરૂ કરાયેલા પીછા દરમિયાન આ વાહનમાં રહેલા શખ્સો ખંભાળિયા પાસે વાહન મૂકી પલાયન થઈ ગયા હતા.

આ શખ્સોના સગડ દબાવી રહેલા પોલીસ કાફલાએ છને ઉપાડી લીધા છે. હાલમાં ભુંડ ચોરવાનો વ્યવસાય કરતી આ ટોળકીની ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરવામાં આવી છે.
દ્વારકાના મીઠાપુરમાં પોલીસ ટૂકડી નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે સફેદ કલરની એક બોલેરો આરંભડા તરફથી આવી રહી હતી તેને રોકાવવા માટે પોલીસ દ્વારા હાથ તથા લાકડીથી ઈશારો કરવામાં આવ્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

તે દરમિયાન વાહનચાલકે પોલીસ કર્મચારીઓ પર બોલેરો ચડાવી દેવાનો પ્રયાસ કર્યા હતો અને તે વાહનમાં રહેલા શખ્સોએ પોતાની પીકઅપ વાનમાંથી ઉપાડીને પોલીસ વાહન પર ભુંડ ફેંક્યા હતા. અને પોલીસના વાહનને પલ્ટી મરાવવાનો પ્રયાસ કર્યા હતો. તે પછી નાકાબંધીનો હુકમ કરવામાં આવ્યો હતો.

તે દરમિયાન ખંભાળિયા પાસે એક હોટલ નજીક તે બોલેરો છોડી દઈ તેમાં રહેલા શખ્સો પલાયન થઈ ગયા હતા. ત્યાં ધસી આવેલી પોલીસે આ વાહનના ચાલક તથા અજાણ્યા શખ્સો સામે હત્યા પ્રયાસ, પોલીસ પર હુમલો, સરકારી વાહનને નુકસાની કરવા સહિતની કલમો નોંધી એસપી નિતેશ પાંડેયની સૂચનાથી એલસીબી, એસઓજી, ખંભાળિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ વાહનમાં રહેલા શખ્સોની શોધખોળમાં જોતરાયો હતો.

તે દરમિયાન મહત્ત્વના સ્થળોના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવતા એલસીબી પીએસઆઈ બી.એમ. દેવમુરારીને બાતમી મળી હતી કે, ખંભાળિયા પાસે દેવરીયા ચોકડી નજીક રોડની સાઈડમાં કેટલાક શખ્સો એકઠા થયા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તે બાતમીના આધારે ધસી ગયેલી પોલીસ ટૂકડીએ સ્થળ પરથી મૂળ અમદાવાદના ભાઈપુરામાં બાબુભાઈની ચાલમાં રહેતા શેટીયા બાબુભાઈ બોકડે, શંકર બાબુભાઈ બોકડે, ગોપાલ રાજુભાઈ બોકડે, ક્રીશ રાજુભાઈ કેરે, પરબત રાજુભાઈ કેરે તથા ભરત મસુભાઈ ઉર્ફે પોસીયાભાઈ નામના છ શખ્સ મળી આવ્યા હતા.

આ શખ્સોના કબજામાંથી 3360 રોકડા, ચાર મોબાઈલ સાંપડ્યા છે. આ શખ્સોએ પોલીસની શરૃ થયેલી ઘનિષ્ઠ પૂછપરછમાં જણાવ્યું છે કે, તેઓ મૂળ મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના વતની છે. તેમના વડવા વાંદરાના ખેલ કરાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.

આ પણ વાંચો: જાણો, 29 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

જેથી તેઓ બંદરી તરીકે ઓળખાઈ રહ્યા છે. તેઓનો વંશ પરંપરાગત ધંધો બંધ થઈ જતાં હાલમાં તેઓ ભુંડ ચોરીનો વ્યવસાય કરે છે. આરોપીમાંથી શેટીયા બોકડે સામે પણ તથા શંકર બોકડે સામે પણ ત્રણ ગુન્હાઓ નોંધાયેલ છે. આ શખ્સોની ધરપકડ કરી પૂછપરછ યથાવત રાખવામાં આવી

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.