Rain In Dubai : સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને આસપાસના પડોસી દેશોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દુબઈ એવો દેશ છે જ્યાં વર્ષોથી આવો વરસાદ જોવા મળ્યો નથી. પરંતુ મંગળવારે દેશમાં એક દિવસના વરસાદથી જ પૂરની સ્થિતિ સર્જાઇ છે. એરપોર્ટથી લઈને મેટ્રો સેવા સુધી ભારે વરસાદથી પ્રભાવિત થઈ છે.
આ પણ વાંચો – 17 April 2024 : જાણો, આજનું રાશિફળ
Rain In Dubai : સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને તેની આસપાસના દેશોમાં મંગળવારે ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પૂરની સ્થિતિ સર્જાઇ છે. વરસાદને કારણે યુએઈના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. દુબઈના માર્ગો પર ઉભેલી ગાડીઓ વરસાદી પાણીમાં ડુબેલી જોવા મળી રહી છે.
ભારે વરસાદના કારણે યુએઈના વહીવટી તંત્રએ મંગળવારે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી. સ્કુલો અને ક્લાસ ઓનલાઇન લેવામાં આવ્યાં. સરકારી કર્મચારીઓને ઘરેથી જ કામ કરવાનું કહેવામાં આવ્યું. આવો તસવીરો દ્વારા જોઈએ કે કઈ રીતે ભારે વરસાદથી દુબઈની હાલત ખરાબ થઈ ગઈ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ઘણી ફ્લાઇટો થઈ રદ્દ
દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આશરે 25 મિનિટ ફ્લાઇટનું સંચાલન બંધ કરવું પડ્યુ. તેના કારણે ઘણી ફ્લાઇટો રદ્દ થઈ તો કેટલીક ફ્લાઇટો મોડી પડી હતી.
માર્ગો પર ગાડીઓ ડૂબી
રણ પ્રદેશમાં થયેલા ભારે વરસાદને કારણે દુબઈના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે સડકો પર ઊભેલી કારો પણ ડૂબી ગઈ હતી. ઘણાં માર્ગો પર પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા મોટા મોટા પંપ લગાવામાં આવ્યાં છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઓમાનમાં ભારે વરસાદને કારણે 18 લોકોના મોત
યુએઈના પડોશી દેશ બહરિન, કતર, સાઉદી અરબમાં ભારે વરસાદ થયો છે. ઓમાનમાં તાજેતરના દિવસોમાં થયેલા ભારે વરસાદથી પૂરના કારણે 18 લોકોના મોત થયા છે. તેમાં 10 સ્કુલના બાળકોનો પણ સમાવેશ થાય છે. જેનુ વાહન પૂરમાં તણાઈ ગયુ હતુ. બહરિનની રાજધાની મનામામાં માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. સાઉદી અરબ અને ઓમાનમાં બુધવારે ચક્રવાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.