ભારતના નવા ફાઇટર જેટ Tejas MK-1Aની પ્રથમ ઉડાન સફળ, અત્યાધુનિક સુવિધાઓથી લેસ છે વિમાન

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત
Spread the love

Tejas MK-1A ફાઇટર જેટની પ્રથમ ઉડાન 28 માર્ચ 2024માં બેંગલુરૂ સ્થિત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની ફેસિલિટીમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ ઉડાન 18 મિનિટની હતી. કેટલાક સમય પહેલા જ આ વિમાનમાં ડિઝિટલ ફ્લાઇ બાય વાયર ફ્લાઇટ કંટ્રોલ કોમ્પ્યુટર (DFCC)ને લગાવવામાં આવી હતી.

આ પણ વાંચો – ભારતની સૌથી અમીર મહિલાએ છોડ્યો કોંગ્રેસનો હાથ

DFCCનો સામાન્ય ભાષામાં અર્થ થાય છે કે ફાઇટર જેટથી મેન્યુઅલ ફ્લાઇટ કંટ્રોલ્સ હટાવીને તેની જગ્યાએ ઇલેક્ટ્રોનિક ઇન્ટરફેસ લગાવવું. ઘણી વસ્તુ કોમ્પ્યુટરના હાથમાં જતી રહે છે, બીજી તરફ વિમાનને પાયલોટ અનુસાર સંતુલિત અને નિયંત્રિત રાખે છે.

આ સિસ્ટમને કારણે રડાર, એલિવેટર, એલિરૉન, ફ્લેપ્સ અને એન્જિનના નિયંત્રણ ઇલેક્ટ્રોનિકલી હોય છે. ફ્લાઇ બાય વાયર કુલ મળીને ફાઇટર જેટને એક આત્મ સંતુલન આપે છે. સ્ટેબલાઇઝ કરે છે, આ વિમાનને વધુ સુરક્ષિત બનાવે છે.

અત્યાધુનિક સુવિધાઓથી લેસ છે તેજસ

વિમાન તેજસ એમકે-1એમાં ઉન્નત મિશન કોમ્પ્યુટર, ઉચ્ચ પ્રદર્શન ક્ષમતા ધરાવતું ડિઝિટલ ફ્લાઇટ કંટ્રોલ કોમ્પ્યુટર (DFCC MK-1A), સ્માર્ટ મલ્ટી-ફંક્શન ડિસપ્લે (SMFD), એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે (AESA) રડાર, એડવાન્સ્ડ સેલ્ફ-પ્રોટેક્શન જૈમર, ઇલેક્ટ્રોનિક વારફેયર સૂટ વગેરે સુવિધાઓ છે.

આ પણ વાંચો – દેશના નાણા મંત્રી પાસે નથી ચૂંટણી લડવાના રૂપિયા, જાણો કેટલી છે સંપતિ?

આ ફાઇટર જેટ એમ તો તેજસ-1ની જેવો જ છે પણ તેમાં કેટલીક વસ્તુઓ બદલાઇ જાય છે જેમાં અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક વારફેયર સૂઇટ, ઉત્તમ એઇએસએ રડાર, સેલ્ફ પ્રોટેક્શન જૈમર, રડાર વોર્નિંગ રિસીવર લાગેલુ છે. આ સિવાય તેમાં બહારથી ECM પોડ પણ લગાવી શકો છો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ભારતીય સેનાને કેટલા તેજસ ફાઇટરની જરૂર

ભારતીય વાયુસેનાને 180 તેજસ ફાઇટર જેટની જરૂર છે. 83 LCA Mark1A માટે કોન્ટ્રાક્ટ થઇ ચુક્યા છે. 97 વધુ ફાઇટર જેટ્સ વાયુસેના લેશે. ઇન્ડિયન એરફોર્સ માર્ક 1એ પહેલા 123 તેજસ ફાઇટર જેટ માંગ્યા હતા જેમાંથી આશરે 30 જેટ્સની ડિલિવરી થઇ ચુકી છે. તે બાદ બાકી 83 ફાઇટર જેટ્સ તેજસ માર્ક-1એ હશે, જે 2024થી 2028 વચ્ચે મળશે. અમેરિકા, ફ્રાંસ, જર્મની, ઇંગ્લેન્ડ, ચેક ગણરાજ્ય, બ્રાઝીલ, દક્ષિણ કોરિયા, રશિયા, ચીન, ઇટાલી અને રોમાનિયા પાસે પણ સામાન્ય ફાઇટર જેટ્સની ફ્લીટ છે.