Kutch Accident : કચ્છમાં ભૂજ-ભચાઉ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો – IPhone 16ની ડિટેલ્સ લિક, જાણો કેવી હશે IPhone 16 સિરિઝ
Kutch Accident : કચ્છના ભુજ-ભચાઉ હાઇવે પર એક બેકાબુ તુફાન ડિવાઇડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભીષણ છે કે ડિવાઇડર સાથે તુફાન કાર અથડાતા જ બોનેટના બે ફાડિયા થઈ ગયા છે. પધ્ધર પાસે પુલના ડિવાઇડર સાથે તુફાન કાર અથડાઈ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મળતી માહિતી અનુસાર ભૂજ – ભચાઉ હાઇવે પર આજે સવારે ભીષણ અકસ્માત સર્જાયો છે. ભૂજના પધ્ધર પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 5 થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં તુફાન ગાડી પુલના ડિવાઇડર સાથે અથડાઇ હતી. ડિવાઇડર સાથે અથડાતા જ તુફાન ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતને પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. તેમજ ઘાયલોને ગાડીમાંથી બહાર કાઢી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઉલ્લેખનીય છે કે ગુરુવારે હરિયાણાના મહેન્દ્રગઢમાં પણ સ્કુલ બસ બેકાબુ બનતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 6 બાળકોનો મોત થયા હતા. જ્યારે 15 થી વધુ બાળકો ઘાયલ થયા છે. અકસ્માત માટે જવાબદાર ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં પોલીસ સ્કુલના આચાર્ય સહિત 3 લોકોની ધરપકડ કરી છે.