બિજનોર જિલ્લાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહીં કેટલાક અસમાજિક તત્વો બે મુસ્લિમ મહિલાઓ અને યુવક પર જબરદસ્તી હોળીનો રંગ અને તેના પર પાણી ફરેલા ફુગ્ગા મારી રહ્યાં છે.
આ પણ વાંચો – IPL 2024, MI Vs GT : મેચ દરમિયાન થયા ગજબના સીન
ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહીં કેટલાક અસામાજિક તત્વો મુસ્લિમ મહિલા અને તેની સાથે રહેલા યુવક પર હોળીનો રંગ અને પાણીથી ભરેલા ફુગ્ગા મારે છે. પોલીસે આ વિડિયોને ધ્યાને લઈ કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ ઘટના 20 માર્ચ ધામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પંજાબી કોલોનીની હોવાનું સામે આવ્યું છે.
24 માર્ચે ધામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુસ્લિમ સમુદાયના એક યુવક અને તેના પરિવારની મહિલાઓ પર જબરદસ્તીથી રંગ લગાવા અને અપશબ્દો બોલ્યા હોવાનો વિડિયો સામે આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે 3 સગીરોની ધરપકડ કરી છે. જ્યારે એક અન્ય વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે મહિલાઓ પોતાના બાળકો સાથે જઈ રહી છે, ત્યારે જ રસ્તામાં કેટલાક છોકરાઓ તેઓનો માર્ગ આંતરી જબરદસ્તીથી તેઓને રંગ લગાવે છે. મહિલાઓ પોતાને અને બાળકોને બચાવાનો પ્રયત્ન કરે છે. પરંતુ અસામાજિક તત્વો તેની સાથે ગેરવર્તન કરે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ મામલે ધામપુરના એસએચઓ કિશન અવતાર સિંહે ફોન પર જણાવ્યું કે તેઓને વાયરલ વિડિયોની જાણકારી સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા મળી છે. તેની તપાસ શરૂ છે. જલ્દી જ આરોપીઓને ઝડપી લેવામાં આવશે. જણાવી દઈએ કે 24 માર્ચે થયેલી ઘટનામાં જમાલપુર ગામના દિલશાને ફરિયાદ દાખલ કરાવી હતી કે તે બાઇક દ્વારા પોતાની માં અને બહેન સાથે ડોક્ટર પાસે જઈ રહ્યાં હતા. તે દરમિયાન રસ્તામાં તેના પર રંગ નાંખવામાં આવ્યો. તેઓએ આરોપીઓ પર અભદ્ર ભાષાના પ્રયોગનો આરોપ પણ લગાવ્યો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
બે સગીર સહિત 3 આરોપીની ધરપકડ
ત્યાર બાદ પોલીસે એક્શન લેતા બે સગીરો સહિત 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. બિજનોર પોલીસે લોકોને અપીલ કરી છે કે હોળી એક પવિત્ર તહેવાર છે. કોઈના પર જબરદસ્તીથી રંગના લગાવો. આ પવિત્ર તહેવાર પર કોઈને હેરાન ન કરો. આવી જો કોઈ ફરિયાદ મળી તો પોલીસ તેના પર યોગ્ય કાર્યવાહી કરશે.