આદુ, લીંબુ, લીલી હળદર, ટામેટા, તાદરજાની ભાજી, સુવાની ભાજી, મેથીની ભાજી, દૂધી, ચોળી, રીંગળા, બટેટા, કોબીજ, ફલાવર, ગુવાર, વટાણા, વાલોરના બી, લીલા ચણા, દુધી, ટમેટા, લીલા મરચા, કોથમીર, મેથી, સુરણ, રતાળુ, ગાજર, લીલી તુવેર, લીલું લસણ, મોગરી, મૂળો, લીલી ડુંગળી, લીલા વટાણા, સક્કરિયા, બચટા, ટીંડોડા, ગલકા, તુરીયા, ટીંડિયા, કોથમીર, ફુદીનો, બીટ સહિતના 33થી વધુ જાતના શાકભાજી સફજન, દાડમ, કેળા, પપૈયા વગેરે ફળો, મરી, તજ, લવિંગ, બાદિયા, જાવિંત્રી, તમાલપત્ર સહિતના આખા મસાલા, મીઠું અને પાણીને ભેગું કરીને ઘૂટો બને છે.
આ શાક કારેલા અને ભીંડા સિવાય તમામ શાક અને કઠોળમાંથી બનાવવામાં આવે છે. આ શોકમાં વઘાર કરવામાં આવતો નથી.માત્રને માત્ર પાણીમાં બાફીને એકદમ હલાવીને ઘુટો તૈયાર કરવામાં આવે છે. શિયાળામાં ડોક્ટર પણ ઘુટો ખાવાની સલાહ આપે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
શાકભાજી અને ફળોના બીજ કાપ્યા પછી, એક વાસણમાં પાણી ભરો, તેને ઉકાળો અને તેમાં મૂકો. પછી તેને લાકડાના હાથ વડે હલાવો. આમ, આ બત્રીસ પ્રકારના શાકભાજી અને ફળોને વણી લીધા પછી, તેને પીસીને તેની જાડી પેસ્ટ બનાવી લો, આ ગરમ ઘુટોની મજા માણી શકાય છે.
આ પણ વાંચો : શહીદ દિન : બે મિનિટનું મૌન, શહીદોને નામ
રાજકોટમાં ગુલાબી ઠંડી પડી રહી છે. ત્યારે રાજકોટવાસીઓને લાગે છે કે જ્યાં સુધી તેઓ ખાટું અને બાફેલા ભાત ન ખાય ત્યાં સુધી શિયાળો અધૂરો છે. કડકડતી ઠંડીમાં આ બંને ઔષધોનું 2 થી 3 વખત સેવન કરશો તો રોગ દૂર થઈ જશે. કારણ કે આ શાક લીલી ડુંગળી, લસણ અને શિયાળાના તાજા લીલા શાકભાજીમાંથી બનાવવામાં આવે છે. જે ખાધા પછી જામી જાય છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
વરાળિયું અને ઘુટોની ખાસિયત એ છે કે, તેને ખાધાં બાદ ગેસ-એસીડીટી થતી નથી. આ વાનગી એકદમ સ્વાસ્થ્યવર્ધક ગણવામાં આવે છે. કેન્સર સહિતની બીમારીના દર્દીઓ પણ આ વાનગીને બિન્દાસ્તપણે આરોગી શકે છે.