મકરસંક્રાંતિના દિવસે આ વસ્તુઓનું કરો દાન, શનિદેવ થશે પ્રસન્ન

ખબરી ગુજરાત ધર્મ
Spread the love

Makar Sankranti Daan : મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસ ઘણી બધી રીતે શુભ માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે.

આ પણ વાંંચો : જાણો, મકરસંક્રાંતિ ઉજવવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

PIC – Social Media

Makar Sankranti Daan : દેશભરમાં ઉત્તરાયણનો (Uttarayan) તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. ગુજરાતીઓ તો ધાબે ચડી પતંગ ચગાવશે. પરંતુ મકરસક્રાંતિનું (Makar Sankranti) પર્વ ઘણી બધી રીતે શુભ માનવામાં આવે છે. આ દિવસથી કમુરતા (Kamurta) ઉતરી જતા હોય છે એટલે કે સારા દિવસોની શરૂઆત થાય છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

શનિદેવની વિશેષ કૃપા

આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિ (Makar Rashi) માં પ્રવેશ કરે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિદેવના (ShaniDev) ઘરે આવે છે. શનિદેવ મકર રાશિના સ્વામી છે, તેથી તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે માતા ગંગા, સૂર્યદેવ અને શનિદેવની પૂજા કરવાની પરંપરા છે.

સ્નાન, ધ્યાન, પૂજા, જપ અને દાનનું મહત્વ

એવી માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે ગંગા નદીમાં સ્નાન (Ganga Snan) કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે. આ દિવસે સ્નાન, ધ્યાન, પૂજા, જપ અને દાન કરવાથી સૂર્ય અને શનિદેવ પ્રસન્ન થાય છે. ખાસ કરીને મકરસંક્રાંતિના દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જો તમે આ દિવસે શનિદેવની કૃપા મેળવવા માંગતા હોવ તો કેટલીક વસ્તુઓનું દાન (Daan) અવશ્ય કરો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

તલનું દાન

મકરસંક્રાંતિના દિવસે તલનું ઘણું મહત્વ છે. આ તલના પાણીથી સ્નાન કરવું જોઈએ અને તલના પાણીથી જ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. શનિદેવને કાળા તલ ખૂબ પ્રિય છે. તેથી, જો તમે શનિદેવની કૃપા મેળવવા માંગતા હોવ તો મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરો. તમે તલ યુક્ત ખોરાક પણ દાન કરી શકો છો. આ દિવસે કાળા તલનું દાન કરવાથી શનિની સાડાસાતીનો પ્રભાવ ઓછો થાય છે.

ધાબળાનું દાન

મકરસંક્રાંતિના દિવસે ધાબળાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મકરસંક્રાંતિ દરમિયાન ઠંડી હોય છે. આવી સ્થિતિમાં બ્લેન્કેટ દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદોને ધાબળો દાન કરવાથી રાહુ અને શનિ બંને સાથે જોડાયેલા દોષ દૂર થાય છે. શનિદેવને કાળો અને વાદળી રંગ પસંદ છે. તેથી આ રંગના ધાબળાનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. તેનાથી તમામ ગ્રહના દોષ પણ દૂર થાય છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ગાબડું, મિલિંદ દેવરાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો

સાત પ્રકારના અનાજ

જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો મકરસંક્રાંતિના દિવસે 7 પ્રકારના અનાજનું દાન કરો. આમાં તમે અડદની દાળ, ચોખા, કાળી દાળ, બાજરી, છાલવાળી મગની દાળ પણ સમાવેશ કરી શકો છો. રાત્રે શનિદેવના નામ પર આનું દાન કરવાથી શનિદેવ આશીર્વાદ આપે છે અને શનિ દોષમાંથી મુક્તિ મળી છે. આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને સાત પ્રકારના અનાજનું દાન કરવાથી માતા અન્નપૂર્ણા પણ પ્રસન્ન થાય છે.

સરસવના તેલનું દાન

શનિદેવને સરસવનું તેલ પણ ખૂબ પ્રિય છે. મકર સંક્રાંતિના દિવસે સરસવના તેલનું દાન અવશ્ય કરવું. એવું માનવામાં આવે છે કે સરસવના તેલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી બધા અટકેલા કામ જલ્દી પૂરા થાય છે. આ દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો રાખો. આ ઉપાય કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે.