200 કરોડની સંપતિ દાન કરી, દમ્પતી અપનાવશે સંયમનો માર્ગ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Jain initiation : સાબરકાંઠા જિલ્લાના બિઝનેસમેન ભાવેશભાઈ ભંડારી દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યાં છે. તેની સાથે તેની પત્નીએ પણ સંસારના મોહનો ત્યાગ કરી સંન્યાસી બનાવાનો નિર્ણય કર્યો છે. બે વર્ષ પહેલા ભાવેશભાઈના દીકરા અને દીકરીએ પણ દીક્ષા લીધી હતી.

આ પણ વાંચો – અનોખી ગૌસેવા, મુંગા પશુઓને પિરસાયો કેરીનો રસ

PIC – Social Media

Jain initiation : સાબરકાંઠાના હિમ્મતનગરમાં રહેતા બિઝનેસમેન ભાવેશભાઈ ભંડારી અને તેની પત્નીએ સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. ભાવેશભાઈએ પોતાની કરોડોની સંપતિનું દાન કરી દીધુ છે. તેઓએ સંસારનો મોહ છોડી સંન્યાસનો માર્ગ અપનાવ્યો છે. ભાવેશભાઈ ધનાઢ્ય પરિવારમાં જન્મ્યા હતા અને તમામ સુખ સુવિધાઓ વચ્ચે મોટા થયા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ભાવેશભાઈના 16 વર્ષના દીકરા અને 19 વર્ષની દીકરીએ બે વર્ષ પહેલા સંયમનો માર્ગ અપનાવી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2022માં દીકરા અને દીકરીએ દીક્ષા લીધા બાદ હવે ભાવેશભાઈ અને તેની પત્નીએ પણ સંયમના માર્ગે ચાલવાનો નિર્ણય લીધો છે. ભાવેશભાઇ બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શના વેપાર સાથે સંકળાયેલા હતા. તેઓએ અચાનક અમદાવાદમાં પોતાનું કામકાજ પડતુ મુકી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. તેઓએ આશરે 200 કરોડ રૂપિયાની સંપતિનું દાન કરી દીધુ છે.

જૈન સમાજમાં દીક્ષાનું ઘણું મહત્વ છે. દીક્ષા લેનાર વ્યક્તિ ભિક્ષાવૃતિ કરી પોતાના જીવનનું ગુજરાન કરે છે, સાથે જ એસી, પંખા, મોબાઈલ વગેરે વસ્તુનો ત્યાગ કરે છે. તે સિવાય ઉઘાડા પગે આખા ભારતનું ભ્રમણ કરવાનું હોય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સંન્યાસનો માર્ગ અપનાવનાર સાબરકાંઠા જિલ્લાના ભાવેશભાઈની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન તેઓએ પોતાની તમામ સંપતિનું દાન કરી દીધુ હતુ. આશરે 200 કરોડની સંપતિનું તેઓએ દાન કર્યું છે. આ શોભાયાત્રા આશરે 4 કિમી લાંબી હતી. 22 એપ્રિલના રોજ હિમ્મતનગર રિવર ફ્રન્ટ પર એક સાથે 35 લોકો સંયમનો માર્ગ અપનાવી દીક્ષા ગ્રહણ કરશે. હિમ્મતનગરનો ભંડારી પરિવાર પણ તેમાં સામેલ છે.