STના કર્મચારીઓની દિવાળી સુધરી, મળ્યો 30 ટકા સુધી પગાર વધારો

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Jagdish, Khabri Media Gujarat

ગુજરાતમાં એસટી નિગમના કર્મચારીઓને સરકારે દિવાળી સુધારી દીધી છે. એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓ માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 7 હજારથી વધુ ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં વધારો કરાયો છે.

આ પણ વાંચો : Jobs : ઇઝરાયલમાં કામ કરવાની ઉત્તમ તક

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી 7 હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.

આ પણ વાંચો : PM મોદીએ મહિલા હોકી ટીમનો વધાર્યો ઉત્સાહ, ગોલ્ડ મેડલ જીતવા બદલ પાઠવ્યા અભિનંદ

આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાર-તહેવાર ભૂલીને રાજ્યના 25 લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં જ એસ.ટી યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

આજે એસ.ટી વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રીશ્રી વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સૌ યુનિયનના હોદ્દેદારો તેમજ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત એસ.ટી નિગમના અધિકારીશ્રીઓ જોડાયા હતા. આ નિર્ણયને આવકારીને એસ.ટી નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા વાહન વ્યવહાર મંત્રીનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યુ હતું.