Jagdish, Khabri Media Gujarat
Vapi : વાપી રેલવે સ્ટેશન (Vapi Railway Station) પર મોટી દુર્ઘટના ટળી હતી. અહીં જીઆરપી જવાનની સતર્કતાને કારણે વૃદ્ધનો જીવ બચ્યો હતો. ગુજરાત પોલીસે (Gujarat Police) સોશિયલ મીડિયા (Social Media)માં એક સીસીટીવી વિડિયો (CCTV Video) શેઅર કર્યો છે. વિડિયોમાં એક વૃદ્ધ રેવલે ટ્રેક ઓળંગવાના પ્રયાસમાં ટ્રેક પર જ ફસાય જાય છે. તે દરમિયાન જ પ્લેટફોર્મ પર ટ્રેન આવી જાય છે. જો કે રેલવે પોલીસ ઝડપથી ટ્રેક પર પહોંચી વૃદ્ધનો જીવ બચાવી લે છે.
આ પણ વાંચો : Jamnagar : 26 પોલીસ કર્મચારીઓની બદલીનો હુકમ કરતા જામનગર જિલ્લા પોલીસવડા
વર્ષે દહાડે લાખો લોકો ઉતાવળના કારણે પોતાનો જીવ ગુમાવતા હોય છે. તે પછી રોડ પર વાહન ચલાવવાનું હોય કે, ઉદ્યોગમાં મશીનો પર ઉતાવળે કામ કરવાનું. લોકો ઝડપથી કામ પુરુ કરવા કે ગંતવ્ય સ્થળે ઝડપથી પહોંચવા કોઈને કોઈ ભૂલ કરી બેસે છે અને પોતાના જીવને જોખમમાં મુકે દેતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો વાપી રેવલે સ્ટેશન પર બન્યો છે.
આ પણ વાંચો : Jamnagar: કોલ સેન્ટર મારફત ખેડૂતો સાથે છેતરપીંડી કરતી ટોળકીને ઝડપી પાડતી જામનગર સાયબર ક્રાઇમ
ગુજરાત પોલીસે સોશિયલમ મીડિયામાં એક વિડિયો શેઅર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક વૃદ્ધ રેલવે ટ્રેક ક્રોસ કરવા જતા ટ્રેક પર જ પડી જાય છે. તે દરમિયાન જ ટ્રેક પર સામેથી ટ્રેન આવી જાય છે. જો કે પ્લેટફોર્મ પર હાજર ગુજરાત રેલવેનો એક પોલીસ જવાન વૃદ્ધ માટે દેવદુત બને છે. પોતાના જીવની પરવા કર્યા વગર તે ટ્રેક પર કૂદી વૃદ્ધને ઉંચકી ટ્રેક પરથી બહાર કાઢે છે. સમગ્ર ઘટાનાનો વિડિયો પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.