Shivangee R Gujarat Khabrimedia
ગુજરાત વિધાપીઠમાં 18મી ઓક્ટોબરને બુધવારના 69મો પીદાન સમારોહમાં અનેક નવી વ્યવસ્થાઓ સાથે કેટલીક વર્ષો જૂની પરંપરા તુટી હતી. પદવીદાન દિવસે પારિતોષિક સહિત તમામ પદવીધારકોને મુખ્ય મહેમાન, કુલપતિ તેમજ કુલનાયકના હસ્તે સ્ટેજ પરથી પદવી એનાયત કરવા સામે આ વખતે સ્ટેજ પરથી માત્ર પારિતોષિક જ એનાયત થયાં હતા. જેથી માઈલો દૂર ગુજરાતના સરહદી વિસ્તારમાંથી મુખ્ય મહેમાન અથવા તો કુલપતિ, કુલનાયકના હસ્તે પદવી મેળવવાની હતી તો આવેલા વિધાર્થીઓમા ભારે નારાજગી જો મહત્વની વાત એ છે કે, કુલપતિના દીક્ષાંત પ્રવચન બાદ આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જાણે કોઈ ફોટો સેશન શરૂ થયું હોય એવી રીતે વિધાર્થીઓને ફેકલ્ટી પ્રમાણે કુલપતિ, કુલનાયક તેમજ ટ્રસ્ટીઓ સાથે ગ્રુપ ફોટો સેશન થયું હતુ, જે પણ આ વખતે નવી બાબત હતી. વળી, કાર્યક્રમ બાદ જાણે કોઈ કૂડ પેકેટ વિતરણ થતાં હોય એવી રીતે ફેકલ્ટી પ્રમાણે પથ્વીનું વિતરણ કરતાં વિધાર્થીઓ નજરે પડયાં હતાં.
આ પણ વાંચો
પથ્વીદાન સમારોહમાં રાજ્યના રાજ્યપાલ અને વિધાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષસ્તામાં 451 વિધાર્થી તેમજ 502 વિધાર્થિનીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 43 વિધાર્થીઓને પારિતોષીક એનાયત થયાં હતા, જેમાં 10 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર અને 43 તામ્રપત્ર હતાં. પદવી તેમજ પારિતોષિક મેળવનારમાં વિધાર્થિનીઓની સંખ્યા વિધાર્થીઓની સરખામણીએ વધુ હતી. ઉલ્લેખનીય છે કે, આ વખતે પદવીદાન સમારોહમાં જે નવી બાબતો જોવા મળી એમાં વિધાપીઠની વિવિધ એક્ટિવિટીનું પ્રદર્શન કરતાં સ્ટેજ બનાવ દિનચર્યા, પ્રાકૃતિક ચિકિત્સા, ઉધોગ, યોગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ઓર્ગેનિક ફાર્મિંગ સહિતની એક્ટિવિટીઓ રજૂ કરાઈ હતી. આ સિવાય સ્ટેજ પર પ્રથમવાર મહેમાનોની બેઠક વ્યવસ્થામાં ખુરશીઓ ગોઠવાઈ હતી. અત્યાર સુધીમાં પાટ અથવા તો નીચે બેઠક વ્યવસ્થા ગોઠવાતી હતી. આ સિવાય મંડપનું કાપડ પણ ખાદીનું વપરાતું હતું. આ સિવાય વિધાપીઠને આ વખતે મુખ્ય મહેમાન જ મળ્યા ન હોવાની ચર્ચાએ પણ જોર પકડયું હતું.