DC vs GT : શુભમન ગિલે છેલ્લી બે ઓવરને ગુજરાતની હારનું કારણ ગણાવ્યું છે. ગુજરાતે 19મી ઓવરમાં 22 રન અને 20મી ઓવરમાં 31 રન આપ્યા હતા. આમ છેલ્લી બે ઓવરમાં કુલ 53 રન આપવા ગુજરાતને મોંઘા પડ્યાં હતા.
આ પણ વાંચો – યુટ્યુબર મનિષ કશ્યપ બીજેપીમાં જોડાયા, બિહારમાં કરશે પ્રચાર
DC vs GT : ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ દિલ્હી કેપિટલ્સ સામે મળેલી વધુ એક હારથી નિરાશ જાવા મળ્યો હતો. આ હારની સાથે જીટી આઈપીએલ 2024માં સાતમાં નંબરે પહોંચી ગઈ છે. ગુજરાતની આ 9 મેચમાંથી 5મી હાર છે. ડીસી સામે આ હારનું કારણ કેપ્ટન ગિલે છેલ્લી બે ઓવરમાં 53 રન લૂંટાવ્યા હોવાનું જણાવ્યું છે. ગુજરાત તરફથી 19મી ઓવર સાંઈ કિશોરે ફેકી હતી. જેમાં તણે 22 રન આપ્યાં હતા. જ્યારે છેલ્લી ઓવર મોહિત શર્માએ ફેકી 31 રન લૂટાવ્યા હતા. આ બે ઓવરના જોરે દિલ્હી 224 રનના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી.
અંતમાં હાર નિરાશાજનક – ગિલ
શુભમન ગિલે કહ્યું, “મને લાગે છે કે અમે હકીકતમાં સારુ રમ્યા. અંતમાં હાર નિરાશાજનક છે. પરંતુ તમામે શાનદાર પ્રદર્શન કર્યું. અંત સુધી લડ્યા અને અમને ક્યારેય નથી લાગ્યુ કે અમે મેચની બહાર થઈ ગયા હોઇએ. જ્યારે તમે 224 રનનો પીછો કરી રહ્યાં હો, તો યોજનાઓ વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી. બસ બાહર જાઓ અને રન બનાવો.”
હાઇસ્કોરિંગ મેચમાં ઇમ્પેક્ટ પ્લેયરની ભુમિકા
તેઓએ કહ્યું કે, “એક સમયે અમે વિચાર્યુ હતુ કે અમે તેમને 200-210 સુધી રોકી શકીશુ. પરંતુ અમે છેલ્લી 2-3 ઓવરમાં વધુ પડતા રન આપી દીધા. પરંતુ આ એક નાનુ મેદાન છે.” ઇમ્પેક્ટ પ્લેયરને લઈ જીટીને કેપ્ટને કહ્યું કે “મને લાગે છે કે ઇમ્પેક્ટ પ્લેયરની મેચને હાઇસ્કોરિંગ બનાવામાં કેટલીક ભૂમિકા રહેલી છે. ભલે તમે વધારાની વિકેટ ગુમાવી દો. બેટ્સમેનોને આગળ વધવા માટે વધારાની મદદ મળે છે અને તે બેટ્સમેનો અંત સુધી ચાલવાનું લાયસન્સ આપે છે. “