Jagdish, Khabri Media Gujarat :
Cricket World Cup 2023 : ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં 7 મેચ રમી જેમાંથી એક પણ મેચ હાર્યું નથી. સેમિફાઇનલ સિવાય ભારતને વધુ બે મેચ રમાવાની બાકી છે. પણ તે પહેલા ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઈજા બાદ તે ફિટ થઈ શક્યો નથી. તેની ગેરહાજરીમાં પ્રસિદ્ધ ક્રિષ્નાને ટીમમાં એન્ટ્રી મળી છે. જો કે પંડ્યા બહાર થતા ભારતીય ટીમને ચેમ્પિયન બનવામાં મુશ્કેલી પડી શકે છે.
આ પણ વાંચો : વાનખેડેમાં ‘સારા – સારા…’નાં નારા લાગતા કોહલીએ શું કર્યું? જુઓ…
હાર્દિક ટીમ ઈન્ડિયા માટે મોટી મેચોમાં ખૂબ જ સારુ પ્રદર્શન કરી ચૂકયો છે. ઓલરાઉન્ડર તરીકે ટીમનું બેલેન્સ બનાવવામાં તે મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો. પરંતું હવે ભારતની મુશ્કેલી વધી શકે છે. તેઓ ફિનિશરના રૂપમાં મહત્વની ભૂમિકા ભજવી શકતો હતો. પરંતુ ભારત હવે આ આ ભુમિકા સૂર્યકુમાર યાદવને સોંપી શકે છે. ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઇન 6 નંબર સુધી જ સિમિત થઈ જશે. એવામાં 5 બોલર સારે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી શકે છે. જો ભારતીય ટીમનો એક પણ બોલર ન ચાલે તો મુશ્કેલી વધી શકે છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
સુર્યકુમારની વાત કરીએ તો તે સારો ખેલાડી છે. પરંતું વનડે ફોર્મેટના આંકડા બરોબર નથી. સુર્યકુમાર શ્રીલંકાની વિરુદ્ધ 12 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ પહેલા ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 2 રન અને ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝના એક મેચમાં 8 રન બનાવ્યા હતા. સૂર્યાએ ભારત માટે અત્યાર સુધીમાં 33 વનડે રમી છે. જેમાં તેણે 730 રન બનાવ્યાં છે અને માત્ર 4 અડધી સદી નોંધાવી છે.
આ પણ વાંચો : ભારત તૈયાર છે ભવ્ય વિજય માટે- જાણો અત્યાર સુધીની સફર
ઉલ્લેખનીય છે, કે ભારતની આગામી મેચ દક્ષિણ આફ્રિકા સામે છે, જે રવિવારે કોલકાત્તા ખાતે રમાનાર છે. ત્યાર બાદ નેધરલેન્ડ સામે 12 નવેમ્બરે મેચ રમશે. વર્લ્ડ કપ 2023ના પહેલી સેમિફાઇનલ 15 નવેમ્બર અને બીજી સેમિફાઇલ 16 નવેમ્બરે રમાશે.