Congress Observers: ચૂંટણી રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાના પરિણામો જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે.
છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોને જવાબદારી સોંપવામાં આવી?
કોંગ્રેસે અજય માકન, રમેશ ચેન્નીથલા અને પ્રીતમ સિંહને છત્તીસગઢમાં નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય મધ્યપ્રદેશમાં પાર્ટીએ કોંગ્રેસના સાંસદો અધીર રંજન ચૌધરી, પૃથ્વીરાજ ચવ્હાણ, રાજીવ શુક્લા અને ચંદ્રકાંત હંડોરને જવાબદારી સોંપી છે.
અજય માકને શું કહ્યું?
કોંગ્રેસ નેતા અજય માકને આ દરમિયાન રાયપુરમાં કહ્યું કે અમે જીતીશું. તેમણે કહ્યું, “કાલે મતોની ગણતરી થશે. ભાજપ પર કોંગ્રેસની લીડ 10 ટકાથી વધુ રહેશે. આ જ કારણ છે કે તમામ એક્ઝિટ પોલ કોંગ્રેસની જીત દર્શાવે છે.