Jagdish, Khabari Gujarat : નવેમ્બરના પહેલા જ દિવસે મોંઘવારીનો વિસ્ફોટ થયો છે. દિવાળીના તહેવારો નજીક છે ત્યારે જ ધંધાર્થીઓ વેપારીઓનું બજેટ ખોરવાઈ તેવી સ્થિતિ આવી ગઈ છે. જી હા, મહિનાના પહેલા દિવસે જ LPG સિલિન્ડરના ભાવમાં ભડકો થયો છે. પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધુ એકવાર ભારે વધારો કર્યો છે. 1 નવેમ્બર 2023થી 19 કિગ્રાવાળા એલપીજી ગેસ સિલિન્ડરમાં 100 રૂપિયાથી વધુનો વધારો ઝીંકાયો છે. જો કે, 14.2 કિગ્રાવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો થયો નથી.
આ પણ વાંચો : IPhone 1 સેકન્ડમાં હેક થઈ શકે છે! આ રીતે અંગત માહિતીની ચોરી થઈ શકે છે
જાણો ગેસ સિલિન્ડર કેટલો મોંઘો પડશે?
આઈઓસીએલની વેબસાઈટ અનુસાર, આજથી દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 1833 રૂપિયામાં મળશે, જે પડતર કિંમત 1731 રૂપિયા હતી. જો બીજા મહાનગરોની વાત કરીએ તો મુંબઈમાં તેની કિંમત 1684 થી વધીને 1785.50 રૂપિયા, કોલકાતામાં 1839.50થી વધીને 1943 રૂપિયા થઈ છે. જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત 1898 રૂપિયાથી વધીને 199.50 રૂપિયા થઈ ગઈ છે.
આ પણ વાંચો : દિવાળી 11 કે 12 નવેમ્બર? જાણો તહેવારોની સિઝન વિશે સંપૂર્ણ માહિતી
એક મહિનામાં આટલો ભાવ વધારો ઝીંકાયો
એક બાજુ 14 કિલોના રસોઈ ગેસ સિલિન્ડરમાં સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. તો બીજી બાજુ પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો એક જ મહિનામાં 300 રૂપિયાથી વધુ વધારીને વ્યવસાયકારોની કમર તોડી નાંખી છે. પહેલી ઓક્ટોબરે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ આશરે 209 રૂપિયા સુધી વધારવામાં આવ્યો હતો અને એક જ મહિના બાદ 1 નવેમ્બરે તેમાં વધુ વધારો ઝીંકાયો છે. કોલકાતામાં તો સિલિન્ડરના ભાવ સૌથી વધું 103.50 રૂપિયા વધારવામાં આવ્યો છે.
ખબરી મીડિયાની વ્હોટ્સએપ ચેનલને ફૉલો કરો : http://tau.id/2iy6f
હવે એક જ જગ્યાએ મેળવો તમામ મહત્વના સમાચાર
જો કે ઘરેલું ગેસ સિલિન્ડરમાં કોઈ વધારો ન થતા રાહત છે. ઉલ્લેખનીય છે કે હાલ દિવાળીની સિઝન ચાલી રહી છે ત્યારે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ભડકો થયો છે. જ્યારે રાંધણ ગેસની સિલિન્ડરની કિંમત યથાવત છે. જે રાહતની વાત છે. દર મહિનાની પહેલી તારીખે થતા ગેસની કિંમતના સંશોધન અનુસાર તેમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. આ પહેલા રક્ષાબંધનના તહેવાર પહેલા ઓગસ્ટ મહિનામાં સરકારે તેની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરી લોકોને મોટી ભેટ આપી હતી.