Jagdish, Khabri Media Gujaa
Chhattisgarh Elections 2023: છત્તીસગઢના કાંકેરના બાંદે પોલીસ સ્ટેશનની હદમાં નક્સલિઓ અને બીએસએફ અને ડીઆરજી ટીમ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. ઘટના સ્થળે AK47 મળી આવી છે. હાલ આ વિસ્તારમાં શોધખોળ શરૂ છે. છત્તીસગઢ પોલીસે કહ્યું, કે કેટલાક નક્સલિઓ ઘાયલ અથવા મોત થયાની શક્યતા છે. કાંકેરના એસપી દિવ્યાંગ પટેલે અથડામણની પુષ્ટિ કરી છે. કાંકેરમાં નક્સલિઓએ ગોળીબારીમાં AK47 રાઇફલનો ઉપયોગ કર્યો છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ છે.
આ પણ વાંચો : STના કર્મચારીઓની દિવાળી સુધરી, મળ્યો 30 ટકા સુધી પગાર વધારો
સુરક્ષાકર્મીઓની એક ટીમ એરિયા ડોમિનેશન પર નિકળી ત્યારે આ ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. સુરક્ષાકર્મીઓ અને નક્સલિઓ વચ્ચે 1 વાગ્યાની આસપાસ અથડામણ થઈ હોવાનું જણાવાય રહ્યું છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
બીજી બાજુ સુકમા અને નારાયણપુરમાં પણ નક્સલિઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યાં છે. સુકમામાં કેટલાક જવાન પણ ઘાયલ થયા છે. બીજી તરફ સુકમાના તાડમેટલા અને દુલેટના વચ્ચે સીઆરપીએફ અને નક્સલિઓ વચ્ચે અથડામણ થઈ હતી. મીનપામાં પોલિંગ પાર્ટીને સુરક્ષા આપવા માટે જંગલોમાં જવાનો તહેનાત છે. આ અથડામણ આશરે 20 મિનિટ સુધી ચાલી હતી. જણાવાય રહ્યું છે, આ ઘટનામાં કેટલાક જવાનો પણ ઘાયલ થયા છે.
આ પણ વાંચો : Odisha: બેલેસ્ટિક મિસાઈલ ‘પ્રલય’નું કરવામાં આવ્યું સફળ પરીક્ષણ
આપને જણાવી દઈએ, કે છત્તિસગઢના પહેલા તબક્કામાં 20 સીટો પર ચૂંટણી થઈ રહી છે જેમાં બસ્તર સંભાગની 12 સીટો પણ છે જે નક્સલિઓથી પ્રભાવિત છે. નક્સલિઓના હુમલાની આશંકાને જોતા પોલિંગ પાર્ટીને મતદાન કેન્દ્ર સુધી પહોચાડવા માટે વાયુસેનાના MI17 હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષાદળોને તહેનાત કરવામાં આવ્યાં છે. છત્તીસગઢમાં આગામી તબક્કાનું મતદાન 17 નવેમ્બરે યોજાશે.