Jagdish, Khabri Media Gujarat
Vivo Y100i 5G: Vivoએ દમદાર સ્ટોરેજ સાથે માર્કેટમાં પોતાનો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ લેટેસ્ટ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની કિંમત છે. આ ફોનમાં રેમની સાથે વધારે સ્ટોરેજ પણ મળશે. તો આવો જાણીએ આ ડિવાઈસના ફિચર્સ અને કિંમત વિશે.
આ પણ વાંચો : Job News : 10 પાસ ઉમેદવારો માટે ISROમાં ભરતી, કેટલો મળશે પગાર?
સ્માર્ટફોન નિર્માતા કંપની વીવોએ પોતાનો નવો મિડરેન્જ સ્માર્ટફોન Vivo Y100i 5Gને બજારમાં લોન્ચ કરી દીધો છે. વાઈ સિરીઝનો આ સ્માર્ટફોન યુવાનોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ લેટેસ્ટ વીવો મોબાઈલ ફોનમાં વધુ રેમ અને સ્ટોરેજ આપવામાં આવ્યા છે.
ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
જો તેના મેઈન ફિચર્સની વાત કરીએ તો, આ સ્માર્ટફોનમાં કંપની તરફથી 12GBની રેમ અને 512GBની સ્ટોરેજ આપવામાં આવી છે. Vivo Y100i 5G મોબાઈલના ફિચર્સ અને તેની કિંમત શું છે? તેના વિશે જાણકારી મેળવીએ.
Vivo Y100i 5Gના ફિચર્સ
આ ડિવાઈસમાં સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ વર્ક માટે મીડિયાટેક ડાયમેંસિટી 6020 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે, આ ફોનમાં ફુલ એચડી રિઝોલ્યુશન સાથે 6.64 ઈંચની એલસીડી ડિસ્પ્લે છે, તેની સાથે 240 હર્ટ્સ ટચ સેંપલિંગ રેટ ઓફર કરવામાં આવી છે.
આ પણ વાંચો : Chhattisgarh: કડકાઈની અસર, બિલાસપુર રેન્જમાં કરોડોની રોકડ અને ઝવેરાત જપ્ત
આ સ્માર્ટફોનની બેક સાઇડમાં 50 મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરો અને 2 મેગાપિક્સલનો એઆઈ કેમરો આપવામા આવ્યો છે. જ્યારે ફોનના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
ડિવાઈસને ચાર્જ કરવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે. જે 44 વોટ ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે આ ડિવાઇસમાં 3.5 મિલીમીટરનો હેડફોન જેક આપવામાં આવ્યો છે.
Vivo Y100i 5G Priceની કિંમત
આ લેટેસ્ટ 5G સ્માર્ટફોન બ્લ્યુ અને પિંક બે કલર વેરિયન્ટ્સ સાથે આવે છે. 12GB RAM અને 512GB સ્ટોરેજના વેરિયન્ટની કિંમત 1599 ચીની યુઆન એટલે કે આશરે 18, 400 રૂપિયા છે. જો કે આ ડિવાઈસને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવીશે કે નહિ તેના વિશે હજુ કોઈ જાણકારી મળી નથી.