Pakistan Cricket Team: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શાહિન અફરિદી પાસેથી કેપ્ટનશિપ પાછી લઈ લીધી છે. પીસીબી અધ્યક્ષ મોહસિન નકવીએ વાઇટ બોલ ક્રિકેટ માટે નવા કેપ્ટનની ઘોષણા કરી છે.
આ પણ વાંચો – સીરિયા બોમ્બ બ્લાસ્ટમાં 8 લોકોના મોત, 20થી વધુ ઘાયલ
Pakistan Cricket Team: વનડે વર્લ્ડકપ 2023 બાદ પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી હતી. ત્યાર બાદ ટેસ્ટના કેપ્ટન શાન મસુદ અને ટી20ના ફોર્મેટની કેપ્ટનશિપ શાહીન અફરિદીને સોંપી હતી. પરંતુ હવે શાહીન અફરિદી પાસેથી કેપ્ટનશિપ પાછી લઈ લેવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે વ્હાઇટ બોલ ક્રિકેટ માટે નવા કેપ્ટનની ઘોષણા કરી છે.
પાકિસ્તાને કર્યું નવા કેપ્ટનનું એલાન
પીસીબી અધ્યક્ષ મોહસિન નકવીએ ફરી એકવાર બાબર આઝમને પાકિસ્તાન ટીમનો કેપ્ટન બનાવ્યો છે. જો કે તે આ વખતે વ્હાઇટ બોલ ક્રિકેટ ટીમની કમાન સંભાળશે અને ટેસ્ટમાં શાન મસુદ કેપ્ટનશિપ સંભળાશે. પાકિસ્તાન ક્રિકેટના સોશિયલ મીડિયા પર બાબર આઝમને કેપ્ટન બનાવાને લઈ જાહેરાત કરવામાં આવી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
શાહિનને માત્ર એક સિરિઝમાં મળી તક
શાહિન અફરિદીને માત્ર એક સિરિઝમાં જ પાકિસ્તાન ટીમની કેપ્ટનશિપ કરવાની તક મળી છે. આ સિરિઝમાં અફરિદીની કેપ્ટનશિપમાં પાકિસ્તાની ટીમ સારુ પ્રદર્શન કરી શકી નહોતી. શાહીન અફરિદીએ ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમિયાન 5 ટી20 મેચોની સિરિઝમાં કેપ્ટનશિપ કરી હતી. આ સિરિઝમાં પાકિસ્તાન માત્ર એક જ મેચ જીતી શકી હતી. બાકીની 4 મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કેપ્ટન તરીકે બાબરનો રેકોર્ડ
બાબર આઝમે આશરે 4 વર્ષ પહેલા મે 2020માં પાકિસ્તાની વન ડે ટીમની કમાન સંભાળી હતી. તેઓએ અત્યાર સુધીમાં 134 મેચોમાં પાકિસ્તાન ટીમની કેપ્ટનશિપ કરી છે. તેમાંથી પાકિસ્તાની ટીમે 78 મેચો જીતી છે. જ્યારે 44 મેચોમાં તેઓએ હારનો સામનો કર્યો છે. જ્યારે બાબર આઝમે 43 વન ડે મેચોમાં ટીમની આગેવાની કરી હતી તે દરમિયાન 26 મેચોમાં જીત નોંધાવી હતી. જ્યારે 15માં હારનો સામનો કર્યો છે. જ્યારે એક મેચ ટાઇ થઈ હતી. ટી20 ફોર્મેટમાં તેઓએ 71માંથી 42 મેચો જીતી છે.