શું મતદાન માટે ઓફિસમાંથી રજા મળી શકે? જાણો શું છે નિયમ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Leave For Voting : ઘણાં રાજ્યોમાં સરકાર દ્વારા મતદાન દિવસે પહેલાથી જ રજાની જાહેરાત કરી દેવામાં આવી છે. દિલ્હીમાં તમામ ઓફિસોમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે મતદાનના દિવસે રજા મળશે.

આ પણ વાંચો – અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર સર્જાયો ધ્રુજાવી નાખે તેવો અકસ્માત

PIC – Social Media

Leave For Voting : લોકસભા ચુંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. જેમાં દેશભરના ઘણાં રાજ્યોના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યાર બાદ એક પછી એક તબક્કાનું મતદાન થશે અને 4 જૂને પરિણામ જાહેર થશે. ઘણી જગ્યાએ વર્કિંગ ડે દરમિયાન વોટિંગનું આયોજન કરાયું છે. એવામાં ઘણાં લોકોને મતદાન કરવામાં સમસ્યા આવી શકે છે. એટલા માટે આજે અમે આપને જણાવી રહ્યાં છીએ કે શું વોટિંગના દિવસે તમે ઓફિસમાંથી રજા કે અડધા દિવસની રજા રાખી શકાય ખરા…

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સરકારી કર્મચારીઓને રજા

મતદાનના દિવસે ઘણાં રાજ્યોમાં સરકારી ઓફિસોમાં પેડ લીવની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે સરકારી કર્મચારીઓને રજાને લઈ ચિંતાની જરૂર નથી. સામાન્ય રીતે ઓફિસોમાં રજા હોય છે અથવા તો અડધા દિવસની રજા આપવામાં આવે છે. જેથી લોકો આરામથી મતદાન કેન્દ્ર પર જઈ મતદાન કરી શકે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પ્રાઇવેટ સેક્ટરમાં શું છે નિયમ?

હવે આપણે એવા લોકોની વાત કરીએ કે જેઓ પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરી રહ્યાં છે. એવા લોકો માટે પણ રજાની જોગવાઈ છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અંતર્ગત કંપનીને મતદાનના દિવસે પોતાના કર્મચારીઓને રજા આપવી પડે છે. કેમ કે મતદાન કરવું તમામનો અધિકારી છે. એવામાં કોઈ પણ મતદાન માટે હાફ ડે કે રજા માટે ઇનકાર કરી શકે નહિ. એટલે કે તમે ઇચ્છો તો આ દિવસે હાફ ડે કે રજા લઈ શકો છો. કંપની તમારા આ દિવસનો પગાર કાપી શકે નહિ.