Business Idea: સમયની સાથે વ્યવસાયોને લઈને પણ લોકોના વિચારો બદલાયા છે. વર્તમાન સમયમાં લોકો નોકરી કરવાની જગ્યાએ પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વધુ પસંદ કરે છે. જો તમે પણ કોઈ બિઝનેસ આઇડિયાની શોધમાં હોય તો સલૂન અને બ્યુટી પાર્લર (Salon and Beauty Parlour)નો બિઝનેસ શરૂ કરી શકો છો. આ વ્યવસાયને શરૂ કરવા માટે લોન પણ મળે છે.
આ પણ વાંચો : Business Idea: ઓછા રોકાણે પેકેજિંગ બિઝનેસ કરો શરૂ
Business Idea: આજે અમે જે બિઝનેસ આઇડિયા તમારી સાથે શેઅર કરી રહ્યાં છીએ તેની ડિમાન્ડ આખુ વર્ષ રહે છે. આ એક એવો બિઝનેસ છે જેમાં ક્યારેય મંદી આવતી નથી. અમે વાત કરી રહ્યાં છીએ સલૂન કે બ્યુટી પાર્લરના બિઝનેસ વિશે. સલૂનમાં લોકોના વાળ અને સ્કીનની કેર કરવામાં આવે છે. આજકાલ યુવાઓમાં એક્સક્લુઝિવ બ્યૂટી અને વેલનેસ પાર્લર (Exclusive beauty and wellness parlour) નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ગામડાઓથી લઈને શહેરો સુધી બ્યુટી પાર્લર (Beauty Parlour) ખુલવા લાગ્યા છે. લગ્ન હોય કે ઉત્સવ દરેક પ્રસંગે મહિલાઓ બ્યુટી પાર્લરમાં પહોંચી જાય છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સૌંદર્ય વ્યવસાય (Beauty business) દેશના દરેક ભાગમાં ઝડપથી ગ્રોથ કરી રહ્યો છે. આ બિઝનેસને શરૂ કરીને તમે દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. બિઝનેસ માટે તમારે પોતાના શહેરની સારી જગ્યા અને ડિમાન્ડને જોતા એક સલૂન ખોલી શકો છો.
બ્યુટી પાર્લરનો બિઝનેસ કઈ રીતે શરૂ કરવો
જો તમે બ્યુટી પાર્લર કે સલૂન ખોલવા માંગો છો તો સૌપ્રથમ પોતાના ગ્રાહકોની ઓળખ કરી લો. એટલે કે તમે જે વિસ્તારમાં પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો. ત્યાંની આર્થિક સ્થિતિ અને વસ્તીની ઓળખ કરી લો. ત્યાર બાદ તમારે એ નક્કી કરવું પડશે કે ક્યાં પ્રકારની પ્રોડક્ટનો તમારા પાર્લરમાં ઉપયોગ કરશો. તેની સાથે જ ક્યા પ્રકારની સર્વિસ તમે ગ્રાહકોને આપશો. તે અનુસાર તમારા બ્યુટી પાર્લર કે સલૂનનો ખર્ચ નક્કી કરો. સલૂન ચલાવા માટે તમારે રાજ્ય સરકાર પાસેથી લાયસન્સ લેવું પડશે. વ્યવસાયના ક્ષેત્ર આધારે તમારે નગર નિગમથી વેપાર લાયસન્સ, જીએસટી નંબર પણ મેળવવો પડશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
વ્યવસાય માટે લોન પણ મેળવી શકો છો
તમે બિઝનેસને શરૂ કરવા માટે તમારે ઓછામાં ઓછા 3 લાખ રૂપિયાની જરૂર પડશે. તેમાં તમારે 2 લાખ રૂપિયાથી વધુની મશીનરી, ઇક્વિપમેન્ટ, ખુરશી, અરિસા, ફર્નિચર જેવી તમામ વસ્તુઓમાં ખર્ચ કરવો પડશે. જો તમારી પાસે પૈસા ના હોય તો સરકાર પાસેથી લોન પણ લઈ શકો છો. તેના માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (Pradhan Mantri Mudra Yojana) અંતર્ગત તમે કોઈપણ બેન્કમાં લોન માટે અપ્લાય કરી શકો છો. આ સ્કીમ અંતર્ગત ગ્રામિણ વિસ્તારોમાં નોન-કોર્પોરેટ નાના વ્યવસાયોને શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન મળી જાય છે.
આ પણ વાંચો : બજેટ 2024 : PM Kisan Yojanaને લઈ મળી શકે છે મોટા સમાચાર
અન્ય લોકોને પણ આપી રોજગાર શકો
જો તમારી પાસે વધુ કામ હોય, તો તમે પોતાના સલૂનામાં માણસ રાખીને તેને રોજગારી પણ આપી શકો છો. આ બિઝનેસને તમારે વિસ્તારવો હોય તો તમારે સારુ એવુંં માર્કેટિંગ પણ કરવું પડશે. આ બિઝનેસ દ્વારા તમે દર મહિને લાખો રૂપિયા કમાઇ શકો છો.