Business Idea: ઓછા રોકાણે પેકેજિંગ બિઝનેસ કરો શરૂ

ખબરી ગુજરાત બિઝનેસ
Spread the love

Business Idea: જો તમે કોઈ વ્યવસાય શરૂ કરવા માંગો છો તો અમે આપને શાનદાર બિઝનેસ આઇડિયા શેઅર કરવા જઈ રહ્યાં છીએ. આ એક પેકિંગનો બિઝનેસ (Packing Business) છે. જેને તમે તમારા ઘરે એક રૂમમાંથી પણ શરૂ કરી શકો છો. તેના માટે કોઈ મોટા રોકાણની જરૂર નથી. પહેલા દિવસથી જ કમાણી શરૂ થઈ જાય છે.

આ પણ વાંચો : રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર, જાણો સંપૂર્ણ વિગત

PIC – Social Media

Business Idea: જો તમે નોકરીની સાથે સાથે બિઝનેસ કરવાનું વિચારી રહ્યો છો. તો અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઇડિયા લઈને આવ્યાં છીએ. વર્તમાન સમયમાં યુવકો પણ સારા કોલેજમાંથી અભ્યાસ છોડીને બિઝનેસ તરફ વળી રહ્યાં છે. તેમજ બમ્પર કમાણી કરી રહ્યાં છે. એવામાં તમે ઘર બેઠા પેકિંગનો બિઝનેસ શરૂ કરી શકે છો. આ એવું કામ છે કે જેને ઘરની મહિલાઓ પણ સરળતાથી કરી શકે છે. વર્તમાન સમયમાં દૈનિક ઉપોયગમાં આવતી પ્રોડક્ટના પેકેજિંગની માંગ વધી છે. ઓનલાઇન શોપિંગનું ચલણ વધતા પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં તેજીનો માહોલ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ફૂડ, બેવરેજ, એફએમસીજી પ્રોડક્ટસની ડિલવરી માટે ખાસ પેકેજિંગની જરૂર પડે છે. પેકિંગનો બિઝનેસ તમે પોતાના ઘરના એક રૂમમાંથી શરૂ કરી શકો છો. આ બિઝનેસને તમે ખૂબ જ ઓછા રોકાણ સાથે શરૂ કરી સારો નફો મેળવી શકો છો.

આપને જણાવી દઈએ કે પેકેજિંગ એક એવી વસ્તુ છે જેનાથી ગ્રાહકો પ્રભાવિત થાય છે. જેથી કોઈપણ સામાનનું પેકિંગ સુંદર રીતે થયેલુ હોવું જોઈએ. મોટી મોટી કંપનીઓ પોતાની પ્રોડક્ટના પેકિંગ માટે ઘણો ખર્ચો કરે છે. પેકિંગનું કામ બે રીતે શરૂ કરી શકાય છે. પહેલુ તમે સીધા કંપની સાથે સંપર્ક કરી પ્રોડક્ટના પેકેજિંગનું કામ કરી શકો છો. બીજુ તમારી આસપારના હોલસેલર કે રિટેલર પાસેથી પેકેજિંગનું કામ લઈ શકો છો. કંપની પાસેથી પેકિંગ લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે કંપની પોતે તમામ સામાન ઉપલબ્ધ કરાવે છે. તમારે માત્ર પ્રોડક્ટને પેક કરીને નક્કી સમયમાં કંપનીને સમાન પરત કરવાનો હોય છે. તેમાં કોઈપણ પ્રકારના રોકાણની જરૂર નથી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

કંપની તરફથી કઈ રીતે મળશે કામ

કંપની પાસેથી કામ લેવા માટે તમે તેના માલિક કે મેનેજર પાસે જઈ આ વિશે વાત કરી શકો છો. જો તમારી આજુ બાજુ કોઈ કંપની ન હોય તો હાલ ઇન્ટરનેટ પર એવી ઘણી કંપનીઓ છે જે લોકોને ઓનલાઇન ઘર બેઠા પેકિંગનું કામ આપે છે. એવામાં તમે ઓનલાઇન પણ કામ શોધી શકો છો. ઈ કોમર્સ કંપનીઓને પેકિંગની જરૂર વધુ પડે છે.

પેકિંગ દ્વારા કમાણી

શરૂઆતમાં તમે હાથ દ્વારા જ પેકિંગનું કામ શરૂ કરી શકો છો. પછી જેમ જેમ તમારી કમાણી વધે તેમ પેકિંગ માટે મશીનની ખરીદી પણ કરી શકો છો. આ બિઝનેસને તમે 5થી 6 હજારમાં શરૂ કરી શકો છો. જ્યારે આ બિઝનેસ દ્વારા તમે મહિને 20 થી 25 હજાર સુધીની કમાણી કરી શકો છો.