Budget 2024: જાણો, ક્યાંથી આવ્યો ‘બજેટ’ શબ્દ

ખબરી ગુજરાત બિઝનેસ
Spread the love

Budget 2024: આજે દેશના નાણાં મંત્રી નિર્મલા સિતારમણ વચગાળાનું બજેટ રજુ કરશે. તો આવો આ અવસરે અમે આપને બજેટના ફ્રેન્ચ કનેક્શન વિશે જણાવીએ. જેના વિશે કદાચ તમને પણ ખ્યાલ નહિ હોય…

આ પણ વાંચો : બજેટના દિવસે દેશમાં લાગુ થશે આ મોટા ફેરફાર

PIC – Social Media

Budget 2024: થોડા સમયમાં જ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે ચારે બાજુ માત્ર બજેટની જ ચર્ચા શરૂ છે. ભારતમાં મોદીના કાર્યકાળમાં બીજુ અંતરિમ બજેટ (Interim Budget) રજૂ થવા જઈ રહ્યું છે. આજે (1 ફેબ્રુઆરી) સવારે 11 વાગ્યે દેશના નાણાં મંત્રી નિર્મલા સિતારમણ (Nirmala Sitharaman) નવું બજેટ રજૂ કરશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વચગાળાનું બજેટ

આ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણનું સતત છઠ્ઠું બજેટ હશે અને આ રીતે તેઓ મોરારજી દેસાઈ (Morarji Desai)ની બરાબરી કરશે. આ વર્ષે લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) યોજાવાની હોવાથી આ પૂર્ણ બજેટ નહીં પરંતુ વચગાળાનું બજેટ હશે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સંસદના બજેટ સત્ર પછી ગમે ત્યારે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થઈ રહ્યો છે.

ક્યારે રજૂ થાય છે બજેટ

લાંબા સમયથી બજેટ ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરવામાં આવે છે. જો કે મોદી સરકાર દરમિયાન બજેટ રજૂ કરવાની તારીખ બદલાઈ ગઈ છે. પહેલા બજેટ ફેબ્રુઆરીની છેલ્લી તારીખ એટલે કે 28 કે 29 ફેબ્રુઆરીએ આવતું હતું. હવે બજેટ ફેબ્રુઆરીના પહેલા દિવસે એટલે કે 1લી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. દર વર્ષે બજેટ પર જાન્યુઆરીથી જ ચર્ચા શરૂ થાય છે. લોકોને બજેટ પાસેથી અપેક્ષાઓ છે. આ સાથે બજેટ સાથે જોડાયેલા અનોખા તથ્યો પણ સામે આવ્યા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ બજેટનો શાબ્દિક અર્થ

બજેટની વાત આવે ત્યારે તમારા મનમાં આ પ્રશ્ન આવ્યો હશે કે તેનો અર્થ શું છે અને આ શબ્દ ક્યાંથી આવ્યો છે… બજેટ એ અંગ્રેજી શબ્દ છે અને અંગ્રેજીના બીજા ઘણા લોકપ્રિય શબ્દોની જેમ તે પણ બીજી ભાષામાંથી આવ્યો છે. છે. બજેટ ફ્રેન્ચ શબ્દ bougette પરથી ઉતરી આવ્યો છે. Bougette Bouge પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાની બ્રીફકેસ.

નિર્મલા સીતારમણે બ્રીફકેસને વિદાય આપી

ભારતના બજેટની પ્રકૃતિ હવે બદલાઈ ગઈ હશે, પરંતુ તાજેતરમાં સુધી ભારતીય બજેટ ચામડાની બ્રીફકેસ સાથે સંકળાયેલું હતું. જ્યારે નિર્મલા સીતારમણે નાણા પ્રધાન બન્યા પછી 2019 માં તેમનું પ્રથમ બજેટ રજૂ કર્યું, ત્યારે બ્રીફકેસને વિદાય આપી. 2019 માં, તેમણે પરંપરાગત લાલ બ્રીફકેસને બદલે લાલ ખાતાવહીમાં બજેટ રજૂ કર્યું.

આ પણ વાંચો : બજેટ પહેલા બહાર પડી અર્થવ્યવસ્થા પર નોટ, 9 વર્ષમાં આ રીતે બદલાયું ભારત

160 વર્ષમાં બદલાઈ નહિ આ વસ્તુ

ભારતીય બજેટનો ઈતિહાસ 150 વર્ષથી વધુ જૂનો છે. 1857ની ક્રાંતિ પછી, જ્યારે બ્રિટિશ સરકારે ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી ભારતનો વહીવટ સંભાળ્યો, ત્યારે ભારતનું પ્રથમ બજેટ 1860માં આવ્યું. સ્વતંત્ર ભારતમાં પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ આવ્યું હતું. દાયકાઓની આ સફરમાં બજેટમાં ઘણા ફેરફારો થયા છે. હવે બજેટ પણ પેપરલેસ અને ડીજીટલ બની ગયું છે. જો કે, એક વસ્તુ જે વર્ષોથી બદલાઈ નથી તે છે બજેટનો અર્થ. બજેટ એટલે સરકારની કમાણી અને ખર્ચનો હિસાબ.