Jagdish, Khabri Media Gujarat
Bihar Crime News : બિહારના લખીસરાય (Lakhisarai) માં છઠ્ઠ પૂજા (Chhatha Pooja) દરમિયાન એક જ પરિવારના છ લોકો પર અંધાધૂંધ ફાયરિંગ (Firing) ની ઘટના સામે આવી છે. કબૈયા પોલીસ વિસ્તારની હદમાં બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતુ. આ ઘટનામાં એક પરિવારના 6 લોકોને ગોળી લાગી હોવાનું સામે આવ્યું છે. જેમાં બે સગા ભાઈઓના મોત થયા છે જ્યારે 4 લોકોને હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે.
આ પણ વાંચો : India VS Australia T20: આ દિવસે રાયપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે
વિસ્તારમાં ગોળીબાર બાદ ભયનો માહોલ છવાય ગયો છે. ફાયરિંગની ઘટનામાં પરિવારના તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. અહીં તબીબો દ્વારા બે યુવાનોને મૃત જાહેર કરાયા છે. આ બંને યુવાનો સગા ભાઈ હોવાનું સામે આવ્યું છે. આ ફાયરિંગમાં બંને ભાઈઓની પત્ની, પિતા અને બહેન ઘાયલ થયા છે. ડીએમ અમરેન્દ્ર કુમાર, એસપી પંકજ કુમાર, એએસપી રોશન કુમાર પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
એક તરફી પ્રેમમાં પાગલ હુમલાખોરે ઘટનાને આપ્યો અંજામ
લખીસરાય એસપી પંકજ કુમારે જણાવ્યું, કે એક જ પરિવારના 6 લોકો છઠ્ઠ પૂજા કરી પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન ઘર નજીક તેઓ પર અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવ્યું. ફાયરિંગ કરનાર આરોપી તેઓનો પાડોશી છે. જેનું નામ આશિષ ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે. આશરે 10 દિવસ પહેલા હુમલાખોરનો આ પરિવાર સાથે વિવાદ થયો હતો. લખીસરાયના પોલિસ અધિક્ષક અનુસાર એક તરફી પ્રેમ હુમલા માટે જવાબદાર છે.
આ પણ વાંચો : હુતી વિદ્રોહીઓએ કરી મોટી ભૂલ, લાલ સમુદ્રના રસ્તે ભારત જતા જહાજો
તેઓએ જણાવ્યું, કે આશિષ ચૌધરી નામનો યુવાન પોતાના ઘરની સામે રહેતી યુવતીને પ્રેમ કરતો હતો તેમજ તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. પણ યુવતીનો પરિવારે તેનો વિરોધ કર્યો હતો. તેનાથી નારાજ યુવકે યુવતીના પરિવારજનો પર ફાયરિંગ કર્યું હતુ. મૃતકોની ઓળખ ચંદન ઝા અને રાજેન્દ્ર ઝા તરીકે થઈ છે. જ્યારે શશિભૂષણ ઝા, દુર્ઘા ઝા, લવલી દેવી, પ્રીતિ દેવી ઈજાગ્રસ્ત થયા છે.