દરિયાઈ પ્રવાસે નીકળ્યું વિશ્વનું સૌથી મોટું ક્રૂઝ

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત
Spread the love

, 1200 ફૂટ લાંબા, 20 માળના જહાજમાં 7960 લોકો સવાર છે.

Icon Of The Seas- જહાજના માલિક રોયલ કેરેબિયનનો દાવો છે કે આ જહાજ પર લોકોને એવો અનુભવ મળશે જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય. આશરે 6 એકર લાંબા આઇકોન ઓફ ધ સીઝ પર 5,610 મુસાફરો અને 2,350 ક્રૂ મેમ્બર એટલે કે 7960 લોકો એક સાથે મુસાફરી કરી શકે છે. આ ક્રૂઝ ફિનલેન્ડમાં બનાવવામાં આવી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ ક્રૂઝમાં વિશ્વનો સૌથી મોટો વોટરપાર્ક છે. વોટરપાર્કમાં 6 વોટર સ્લાઈડ લગાવવામાં આવી છે. આ વોટરપાર્કમાં એપિક નીયર-વર્ટિકલ ડ્રોપ્સનો સમાવેશ થાય છે, જે સમુદ્રમાં સૌથી ઊભો છે, અને પ્રથમ ફેમિલી-રાફ્ટ સ્લાઇડ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ ક્રૂઝમાં થીમ પાર્ક, રેસ્ટોરાં, પીવાના અને મનોરંજન માટે 40 થી વધુ વિકલ્પો છે. આ ક્રૂઝ પર અલ્ટીમેટ ફેમિલી ટાઉન હાઉસ છે, જે રહેવા માટે ત્રણ માળના ઘર જેવું છે. જહાજ પર 28 પ્રકારની કેબિન છે. એક રૂમમાં 3-4 લોકો રહી શકે છે, મોટાભાગના રૂમમાં બાલ્કની પણ હશે.

આ પણ વાંચો : લાગ્યુ કે દુનિયામાં મારો સમય પૂરો થઈ ગયો – ઋષભ પંત

તેમાં આરામ કરવા માટે 7 પૂલ અને 9 વર્લ પૂલ પણ છે. આઇકોન ઓફ ધ સીઝ ડેક 20 પણ રોયલ કેરેબિયનનો પ્રથમ ડ્યુલિંગ પિયાનો બાર દર્શાવશે.

ક્રુઝ શિપ પર એક્વાપાર્ક, સ્નેક બાર અને લાઉન્જર્સ પણ છે. આકર્ષક સુવિધાઓમાં સ્કાય વોકનો પણ સમાવેશ થાય છે, જ્યાં લોકોને એવું લાગશે કે જાણે તેઓ સમુદ્ર પર ચાલતા હોય.

રોયલ કેરેબિયનની વેબસાઈટ અનુસાર, આ ક્રૂઝ શિપનું ભાડું $1,723 (અંદાજે ₹1.4 લાખ) થી લઈને $14,205 (₹11.8 લાખ) પ્રતિ વ્યક્તિ છે. બુકિંગ રોયલ કેરેબિયન વેબસાઇટ પરથી કરી શકાય છે.