Gujarat Police Recruitment 2024: પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરી માહિતી આપવામાં આવી છે કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઇન લેવાશે.
આ પણ વાંચો – રાજસ્થાનમાં પીએમ મોદીનો ચૂંટણી પ્રચાર, જાણો શું કહ્યુ?
Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષાને લઈ હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે, આ પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે. થોડો દિવસ અગાઉ ગુજરાત પોલીસ દળમાં વિવિધ પદો માટે કુલ 12472 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે પરીક્ષા ઓફલાઇન લેવામાં આવશે.
ક્યારે કરી શકાશે અરજી?
ઇચ્છુક ઉમેદવારો સંબંધિત જગ્યાઓ માટે તારીખ04/04/2024 (બપોરના 15:૦૦ કલાક)થી તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી) ઓનલાઈન અરજી કરી શકશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ક્યા પદ માટે કેટલી જગ્યા?
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) – 316
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) – 156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) – 4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) – 2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) – 2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) – 1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 1000
(એસ.આર.પી.એફ.) (પુરૂષ)
જેલ સિપોઇ (પુરૂષ) – 1013
જેલ સિપોઇ (મહિલા) – 85
કુલ – 12472