Support Price : સરકાર દ્વારા ઘઉં, બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે. ખેડૂતો તા. 27 ફેબ્રુઆરી થી 31 માર્ચ 2024 સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે. તા. 15 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.
આ પણ વાંચો – અમેરિકન રાષ્ટ્રપતિની જેમ મોદી પણ વિશ્વના નેતા છે… ઓસ્ટ્રેલિયાના પૂર્વ PM
Support Price : રાજ્ય સરકાર દ્વારા રવી માર્કેટિંગ સીઝન 2024-25 માટે રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ઘઉં પ્રતિ ક્વિન્ટલ -રૂ. 2275/-, બાજરી પ્રતિ ક્વિન્ટલ – રૂ. 2500/-, જુવાર (હાઈબ્રીડ) પ્રતિ ક્વિન્ટલ – રૂ. 3180/-, જુવાર (માલદંડી) પ્રતિ ક્વિન્ટલ – રૂ. 3225/- જ્યારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ –રૂ.2090/-ના દરે લઘુત્તમ ટેકાના ભાવ (Support Price)થી ખેડૂતો પાસેથી સીધી ખરીદવાનો રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે તેમ,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ આજે ગાંધીનગર ખાતે મીડીયાને વિગતો આપતાં જણાવ્યું હતું.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ તારીખેથી કરી શકાશે ટેકાના ભાવની નોંધણી
કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના FPP -(Farmers Procurement Portal) પોર્ટલ પર ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આ માટે ખેડૂતો મિત્રો આવતીકાલે એટલે કે તા. 27 ફેબ્રુઆરી થી 31 માર્ચ 2024 સુધી ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી આગામી તા. 15 માર્ચ 2024થી કુલ 196 ખરીદ કેન્દ્રો-ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
નોંધણી માટે જરૂરી દસ્તાવેજો
ખેડૂતોએ નોંધણી માટે આધારકાર્ડની નકલ, ગામ નમૂના ૭-૧૨ તથા ૮-અ ની અદ્યતન નકલ, ગામ નમૂના ૧૨ માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો તાજેતરનો દાખલો તેમજ ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ જેવા નિયત કરેલા આધાર- પુરાવા રજૂ કરવાના રહેશે. ખેડૂત ખાતેદારના આધારકાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે.