SBI ATM Rule 2024: સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયામાં (State Bank of India) ખાતુ ધરાવતા કરોડો ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના ગ્રાહકો માટે મોટુ અપડેટ સામે આવ્યું છે. જો તમે સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા એટીએમ દ્વારા રૂપિયા ઉપાડો છો તો એસબીઆઈ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો : એસીડીટી થાય છે? તો થઈ જાઓ સાવધાન
આપને જણાવી દઈએ કે બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી મોટું અપડેટ સામે આવ્યું છે. હવે સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા દ્વારા એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની રીત બદલાઈ છે. જેનાથી એસબીઆઈના ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (State Bank of India) અનુસાર જો તમે એટીએમથી પૈસા ઉપાડતી વખતે બેન્ક ગ્રાહકોએ ટ્રાન્જેક્શન પૂર્ણ કરતી વખતે ઓટીપી શેઅર કરવો પડશે. જેથી ટ્રાન્જેકશનની પ્રક્રિયા સુરક્ષિત રીતે થઈ શકે. આપને જણાવી દઈએ કે ઓટીપી (OTP) એક ચાર અંકોની સંખ્યા હોય છે. તે તમારા રજિસ્ટર્ડ નંબર પર મોકલવામાં આવશે.
10 હજારથી વધુના ટ્રાન્જેક્શન પર ઓટીપી ફરજિયાત
હવે આ સર્વિસ એસબીઆઈના ગ્રાહકો જ્યારે ATMમાંથી કેશ ઉપાડશે ત્યારે જોવા મળશે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ આ નિયમ ફ્રોડ, સાઇબર ક્રાઇમના (Cyber Crime) વધતા કેસને લઈ બનાવ્યો છે. એસબીઆઈના એટીએમથી સિંગલ ટ્રાન્જેક્શનમાં 10 હજાર કે તેનાથી વધુ રૂપિયા ઉપાડવા માટે ઓટીપીની જરૂર પડશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઓટીપીનો ઉપયોગ દ્વારા કઈ રીતે રૂપિયા ઉપાડવા
SBI ATMમાંથી રોકડ ઉપાડતી વખતે તમારી પાસે તમારું ડેબિટ કાર્ડ અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે. જેના પર તમને OTP મળશે અને ATM સ્ક્રીન પર ફોન પર મળેલ OTP દાખલ કરવાનો રહેશે, ત્યાર પછી જ તમે તમારા પૈસા ઉપાડી શકશો. OTP આધારિત રોકડ ઉપાડની સુવિધા હાલમાં ફક્ત SBI ATM પર ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : અભિનેતાનો જન્મદિવસ બન્યો 3 ફેન્સના મોતનું કારણ, જાણો કઈ રીતે?
એટીએમ ટ્રાન્જેક્સન લિમિટ
SBIની વેબસાઈટ અનુસાર એસબીઆઈના ડેબિટ કાર્ડ હોલ્ડર્સને (SBI Debit Card Holders) પોતાની એટીએમ ટ્રાન્જેક્શન લિમિટ ખબર હોવી જોઈએ. જો ગ્રાહક લિમિટથી વધુ ટ્રાન્જેક્શન (Transactions) કરે તો તેને વધારાનો ચાર્જ ચુકવવો પડશે. નક્કી લિમિટથી વધુ ફાઇનાન્સિયલ ટ્રાન્જેક્શન માટે 10 થી 20 રૂપિયા ફી અને GST ચાર્જ ચૂકવવો પડશે. એસબીઆઈ (SBI)નું કહેવું છે કે ગ્રાહકને એટીએમમાંથી ટ્રાન્જેક્સન કરતી વખતે નિયમોની જાણકારી હોવી જોઈએ. જેથી તેને વધારાનો ચાર્જ ચૂકવવો ન પડે.