Premanand Maharaj Health Update : શુક્રવારે છાતીમાં દુઃખાવો થતા પ્રેમાનંદ મહારાજને વૃન્દાવનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ત્યારે તેના સ્વાસ્થ્યને લઈ મોટા અપડેટ સામે આવ્યા છે. જણાવાય રહ્યું છે કે મહારાજ હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેઓએ પોતાની દૈનિક દિનચર્યા અનુસાર દિવસની શરૂઆત કરી છે.
આ પણ વાંચો – LSG Vs DC : ચાલુ મેચે અમ્પાયર સાથે બાખડી પડ્યો ઋષભ પંત
Premanand Maharaj Health Update : વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજની શુક્રવારે રાતે અચાનક તબિયત લથડી હતી. ત્યાર બાદ તેઓને વૃંદાવનની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. હવે તેના સ્વાસ્થ્યને લઈ મોટા અપડેટ સામે આવી રહ્યાં છે. જણાવાય રહ્યું છે કે હવે મહારાજ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેઓએ શનિવારે પોતાની રોજની દિનચર્યા અનુસાર પોતાનું કામ શરૂ કર્યું છે. સવારે પરિક્રમા કરતા તેઓ આશ્રમ આવ્યા અને લોકોને દર્શન આપ્યા ત્યાર બાદ તેઓ સત્સંગ પણ કર્યો. રોજની જેમ એકાદ વાર્તા પણ સંભળાવી હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
છાતીમાં દુઃખાવાની ફરિયાદ
જાણકારી અનુસાર, શુક્રવારે પ્રેમાનંદ મહારાજને અચાનક છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. ત્યાર બાદ તેઓેને સારવાર અર્થે રામ કૃષ્ણ સેવા આશ્રમ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં ડોક્ટરોએ તેઓનું ચેક-અપ કર્યુ. તપાસ બાદ રાતે 8 વાગ્યે તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. પ્રેમાનંદ મહારાજની તબિયત હાલ સારી છે. તેઓ પૂર્ણ રીતે સ્વસ્થ છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કિડનીની બિમારીથી પિડાય છે પ્રેમાનંદ મહારાજ
જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજ કિડનીની બિમારીથી પીડિત છે અને તેનું ડાયલિસિસ પણ થતુ રહે છે. પ્રેમાનંદ મહારાજ છટીકરા રોડ પર આવેલા શ્રી કૃષ્ણ શરણમ્ સોસાયટીથી રમણરેતી વિસ્તારમાં આવેલા પોતાના આશ્રમ શ્રભ્ હિત રાધા કેલી કુંજ જાય છે. આશરે 2 કિમીની આ પદયાત્રા દરમિયાન મહારાજની એક ઝલક મેળવવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.