Jagdish, Khabri Media Gujarat
Viksit Bharat Sankalp Yatra : વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ભાઈબીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા(Viksit Bharat Sankalp Yatra)નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત સમગ્ર રાજ્યના 14,620 ગામોમાં 129 રથો બે મહિના સુધી પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડશે. જેનો લાભ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓને મળશે.
આ પણ વાંચો : આજે થંભી જશે MPમાં ચૂંટણી પ્રચાર , PM મોદીએ રાજ્યની જનતાને કરી આ છેલ્લી અપીલ
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત સૌને દિવાળીના પ્રકાશ પર્વ અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. નવા વર્ષના પહેલા જાહેર કાર્યક્રમમાં સીએમએ જણાવ્યું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીથી ઉમરગામ, વલસાડથી ઝારખંડ અને છેક નોર્થ-ઇસ્ટ સુધીના તમામ આદિવાસી સમુદાયના કલ્યાણ તેમજ જનજાતિય વિસ્તારના વિકાસ માટે દેશને આગવી દિશા આપી છે.
ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવીને આદિવાસીઓના સર્વાંગી વિકાસનો પાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાંખ્યો છે. જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા આદિવાસી બાંધવોની રહેણીકહેણી, પ્રથાઓ અને પ્રકૃતિ સાથેના અનુકૂલનને અતૂટ રાખીને તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પરિપાટી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપી છે એમ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Surat : 7 વર્ષના બાળક પર ફરી વળી કાર, જુઓ CCTV
આદિવાસી વિસ્તારના ગ્રીન ગ્રોથ, હોલિસ્ટિક ડેવલોપમેન્ટ કરી આદિવાસી સમુદાયનો ઇતિહાસ, અસ્મિતા અને વિરાસતો વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું અને સૌ તેનું ગૌરવગાન કરે તેવા આયામો પીએમ મોદીએ કર્યા છે. તો ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી વડાપ્રધાને સમગ્ર આદિજાતિ સમુદાયને ગૌરવ અપાવ્યું છે.
ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
આ પ્રસંગે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અને વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુત, આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, લોકસભા સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ બાબુભાઇ દેસાઈ, ધારાસભ્યો સહિત અધિકારી- પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં આદિજાતિ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.