Anupama : ટીવી સિરિયલમાં ટોપ ટીઆરપી ધરાવતી અનુપમા સિરિયલમાં નાટકીય રીતે એક પછી એક અણધાર્યા વળાંકો આવી રહ્યાં છે. અનુપમા જાણે અજ્ઞાતવાસ ભોગવી રહી હોય તેમ તમામ સંબંધોને પાછળ છોડી પોતાના સપનાઓ પૂરા કરવા અમેરિકા પહોંચી છે. તો અનુજ અને વનરાજની સંપૂર્ણ લાઇફ સ્ટાઈલ બદલાઈ ગઈ છે. ત્યારે આ શોને લઈ એક ચોંકવનારા સમાચાર સામે આવી રહ્યાં છે.
આ પણ વાંચો : સ્વામી પ્રસાદ મૌર્ય ફરી વિવાદમાં, જુઓ હિન્દુ ધર્મને લઈ શું કહ્યું?
અનુપમાં ટીવી શોમાં નાટ્યાત્મક વળાંકો વચ્ચે લોકપ્રિય ટીવી એક્ટ્રેસની આ શોમાંથી વિદાયની ચર્ચાઓ તેજ બની છે. જી હા સિરિયલમાં પાખીની ભૂમિકા નિભાવનાર ટીવી એક્ટ્રેસ મુસ્કાન બામને ત્રણ વર્ષ બાદ શોને અલવિદા કહી દીધું છે. જી હા અભિનેત્રીએ આખરે આ શોને પડતો મુક્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ગૌરવ ખન્ના સ્ટારર ટીવી શોમાં પાખીની ભૂમિકા માટે ચંદિની ભગવાનાનીને પસંદ કરવામાં આવી છે. ટેલિ ચક્કરના અહેવાલ મુજબ ચંદિની મુસ્કાનની જગ્યાએ પાખીની ભૂમિકા કરશે. ચંદિનીએ ટોપ ટીવી શો ઇમલીમાં પલ્લવી ઠાકુરની ભૂમિકા નિભાવી છે. તે છેલ્લે દંગલ ટીવી શોના સિન્દુર કી કિંમતમાં બિટ્ટીના રૂપે જોવા મળી હતી.
હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઇન્ટવ્યુમાં, પાખીએ કહ્યું કે તે હવે અનુપમાનો ભાગ નથી અને તેને નિર્માતાઓની પણ પુષ્ટિ મળી ચૂકી છે. મુસ્કાને કહ્યું કે તેના માટે શોમાં કામ કરવું શક્ય નહોતું. કેમ કે અનુપમાના નિર્માતાઓ એક ટ્રેક રજૂ કરવા તૈયાર છે તેમાં તેને એક માંની ભુમિકા કરવાની છે. નિર્માતા ઇચ્છતા હતા કે તેનું બાળક આઈવીએફ દ્વારા પેદા થાય. પણ તે તેવું કરવા માંગતી નહોતી, કેમ કે આ માટે તેની ઉંમર ઓછી છે. એટલા માટે જ તેણે શોને છોડવાનો નિર્ણય કર્યો. પરંતુ શોને લઈ તેના મનમાં કોઈ નકારાત્મક ભાવના નહોતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
મુસ્કાને કહ્યુ કે તે હજુ ઘણું શીખવા માંગે છે. તેણે કહ્યું કે જ્યારે કોઈ એક પ્રકારની ભુમિકા કરે છે. તો કરિયરમાં તેને તેવા પ્રકારના જ પાત્ર મળવાની સંભાવના વધી જાય છે અને તે આવું જોખમ લેવા નથી માંગતી. તેણે કહ્યું કે તેને પાખીની ભૂમિકા માટે તક મળી તેને લઈ આભારી છું. કેમ કે તેને ઘરેઘર નામના મળી ગઈ છે. તેણે કહ્યું કે સેટ પર તેને ઘણું શીખવા અને સારી કલાકાર બનાવાની તક મળી.
અનુપમા શોમાં પાંચ વર્ષના લીપ પછી અભિનેતા ઋતુરાજ કે સિંહની અમેરિકામાં એક રેસ્ટોરન્ટના માલિકાના રૂપે એન્ટ્રી થઈ છે તો બીજી બાજુ એક્ટ્રેસ અનુજના જીવનમાં આવનાર નવી છોકરીના રૂપે સુકૃતિ કાંડપાલની ટેલિવિઝન દુનિયામાં વાપસી થઈ છે.