Dinesh Rathod, Gujarat, Khabri media
Rajkot: રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સુરક્ષા સેતુ સોસાયટી, ગવર્નિંગ કાઉન્સીલની વાર્ષીક મિટિંગ રેન્જ IGP અશોકકુમાર યાદવના અધ્યક્ષસ્થાને અને પોલીસ અધિક્ષક જયપાલસિંઘ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
રેન્જ આઇ.જી.પી.ને આગમન સમયે પોલીસ બેન્ડની સુરાવલી સાથે જવાનોએ ગાર્ડ ઓફ ઓનર પેશ કર્યું હતું. પોલીસ અધિક્ષક જયપાલસિંઘ રાઠોડે ફૂલનો બુકે આપી રેન્જ આઇ.જી.પી.નું સ્વાગત કર્યું હતું.
આ બેઠકમાં પી.પી.ટી.ના માધ્યમથી સુરક્ષા સેતુની વર્ષભરની કામગીરીની માહિતી રજૂ કરાઇ હતી. જેમાં મહિલાઓના સશકિતકરણ માટે મહિલાઓને સ્વરક્ષણ અને તીરંદાજીની તાલીમ, સુરક્ષા સેતુ રથ કાર્યક્રમો, સ્ટુડન્ટ પોલીસ કેડેટસ યોજના, બુટલેગર મહિલાઓના પુન:વસન તથા ટ્રાફિક નિયમન પ્રોગ્રામ, સાઇબર ક્રાઇમમાં લોક જાગૃતિ વગેરેનો સમાવેશ થાય છે. રેન્જ આઇ.જી.પી.એ સુરક્ષા સેતુ અંતર્ગત આ તમામ કામગીરીનું બારીકાઇભર્યું મુલ્યાંકન કરીને જરૂરી સુચનો કર્યા હતા.
આ પણ વાંચો: પુરાતત્વ વિભાગ દ્વારા ખંભાલીડાની ગુફાઓ ખાતે કરાયું વર્કશોપનું આયોજન
આ બેઠકમાં સમિતિના સભ્ય પ્રદીપભાઈ વસોયા, પંકજભાઈ દેવશંકર ચાઉં, મીનાક્ષીબેન સોજીત્રા, ભાનુબેન લાભુભાઈ, સુરક્ષા સેતુ સોસાયટી તથા સ્ટુડન્ટ પોલીસ કેડેટસ (spc)ના નોડલ અધિકારી તથા નાયબ પોલીસ અધિક્ષક એચ.એસ. રત્નુ, વિવિધ વિભાગના અધિકારીઓ કેતન ચાવડા, હરસુખ સંતોકી, ડી. એમ. પટેલ વગેરે ઉપસ્થિત રહયા હતા.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.