પશુદાણમાં ભેળસેળ કરનારની હવે ખેર નહિ, પશુપાલન મંત્રીની ચેતવણી

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Gandhinagar : પશુદાણમાં વધતી જતી ભેળસેળના હિસાબે વેપારીઓ અને પશુપાલકોને પારાવાર મુશ્કેલીની સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મુદ્દાને ગંભીરતાથી લઈ ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. બેઠકમાં પશુઓના દાણખાણ અખાદ્ય પદાર્થોની ભેળસેળ કરનાર મીલો અને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે.

આ પણ વાંચો : 31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહિતર થઈ જશો હેરાન

PIC – Social Media

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આપણે બધા અવારનવાર મીડિયાના માધ્યમો દ્વારા જોતા હોઈએ છીએ કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મુંગા પશુઓના ખોરાકમાં પણ ભેળસેળ કરનાર ભેળસેળિયા તત્વો સામે રાજ્ય સરાકર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. રાજ્યમાં પશુઓના ખાણદાણ ખાસ કરીને કપાસિયાના ખોળમાં વેપારીઓ, ઓઈલ મિલો તેમજ ઉત્પાદકો દ્વારા જુદા-જુદા કેમિકલો, બેન્ટોનાઈટ માટી, લાકડાનો વેર, અખાદ્ય અનાજ જેવા પદાર્થોની ભેળસેળ કરતા હોવાની ઘટનાઓ સામે આવી છે. પશુઓ અને માનવના હિતમાં આવી ઓઇલ મીલો અને વેપારીઓ સામે પગલાં કાર્યવાહી સુધીના કડકમાં કડક પગલાં લેવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં તેમજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં અધિકારીઓ સાથે આ અંગે એક ખાસ બેઠક મળી હતી. જેમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યુ કે, રાજ્યમાં આ ભેળસેળયુક્ત ખાણદાણ સસ્તા ભાવે વેચાણના કારણે સાચા ખાણદાણ ઉત્પાદક વેપારીઓને પણ નુકસાન થાય છે. આવા ભેળસેળયુક્ત ખાણદાણના કારણે પશુઓમાં રોગચાળો, પશુ દૂધમાં આવા ઝેરી તત્વ ભળતા માનવીના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. જેનાથી કેન્સર જેવા ભયાનક રોગ થાય છે, તેવી ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશન, ગ્રાહક સુરક્ષા અને કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

આ પ્રશ્નને ગંભીરતાથી ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ભેળસેળયુક્ત પશુદાણ બનાવતા ઉત્પાદકો સામે દરોડો પાડીને કડક કાર્યવાહી કરીને પશુઓ અને પશુપાલકોના હિતમાં આ ભેળસેળની પ્રક્રિયા સદંતર બંધ કરાવવા તેમજ પશુ આહાર ઉત્પાદનની ભારતીય માનક બ્યૂરોમાં નોંધણી ફરજીયાત કરાવવા જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.