Salman Firing Case : સલમાન ખાનના ઘર બાહર ફાયરિંગ બાદ પોલીસ તંત્ર એલર્ટ છે. આ કેસમાં પોલીસે બે શુટર્સની ધરપકડ પણ કરી લીધી છે. ત્યારે હવે ફરીવાર પોલીસની ઊંઘ હરામ કરી નાખે એવો કોલ આવ્યો છે.
આ પણ વાંચો – ભારતમાં જ બને છે આઇફોન છત્તા કેમ પડે છે મોંઘા?
Salman Firing Case : બોલીવુડ દબંગ સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘર બાહર થોડા દિવસો પહેલા ફાયરિંગ થયું હતુ. તેને લઈ પોલીસ ખૂબ જ સતર્ક છે. પરંતુ મુંબઈ કન્ટ્રોલ રૂમને શનિવારે (20 એપ્રિલ)ને એક ધમકી ભર્યો કોલ આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસને અજાણ્યા શખ્સે ફોન કરી દાવો કર્યો છે, કે લોરેન્સ બિશ્નોઈનો માણસ મુંબઈ આવી રહ્યો છે. તે એક મોટી ઘટનાને અંજામ આપનાર છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ન્યૂઝ 18ના અહેવાલ અનુસાર મુંબઈ પોલીસે જણાવ્યું કે ધમકી ભર્યો કોલ મળતા કન્ટ્રોલ રૂમે તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. તેઓને આ ઘટનાની માહિતી આપી. જ્યારે શુક્રવારે (19 એપ્રિલે) ઉત્તર પ્રદેશના ગાજિયાબાદથી એક 20 વર્ષીય છોકરાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી છોકરાએ સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની બાહરથી લોરેન્સ બિશ્નોઈ નામ પર કેબ બુક કરી હતી. પોલીસની પૂછપરછમાં ખબર પકડી કે તે પ્રેન્ક કરી રહ્યો હતો.
પોલીસે ફાયરિંગ કેસમાં બે આરોપીને ઝડપી પાડ્યા
મુંબઈ પોલીસ હાલ એલર્ટ મોડ પર છે. કેમ કે 14 એપ્રિલે સલમાન ખાનના ઘર બાહર ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. બે હુમલાખોર ફાયરિંગ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે બંનેની ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. વિક્કી ગુપ્તા (24 વર્ષ) અને સાગર પાલ (21 વર્ષ) નામના આરોપીઓની કચ્છમાંથી ધરપકડ કર્યા બાદ મુંબઈ લાવવામાં આવ્યાં હતા. જ્યાં બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બંને બિહારના પશ્ચિમ ચંપારણના રહેવાસી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ગોલ્ડી બરાર પણ આપી ચુક્યો છે સલમાનને ધમકી
નોંધનીય છે, કે સલમાનના ઘર બાહર ફાયરિંગની જવાબદારી લેનાર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી હતી. તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે આ તો માત્ર ટ્રેલર છે. ફાયરિંગ બાદ મુંબઈ પોલીસે સલમાનના ઘર બાહર સુરક્ષા વધારી દીધી છે. ગયા વર્ષે સલમાન ખાનને કેનેડા સ્થિત વોન્ટેડ ગેંગસ્ટર ગોલ્ડી બરાર દ્વારા હત્યાની ધમકી મળી હતી. જેણે જાહેરમાં એનાલ કર્યું હતુ કે બોલીવુડ સુપરસ્ટાર તેની હિટ લિસ્ટમાં સામેલ છે.