Rich states of India : ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, અહીં રાજ્યોમાં ખૂબ જ ભિન્નતા જોવા મળે છે. દરેકનું પોતાનું ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ છે. જેમ જેમ દેશની અર્થવ્યવસ્થાનો વિકાસ થાય છે તેમ તેમ કેટલાક રાજ્યો સંપત્તિ અને સમૃદ્ધિ બાબતે આગળ આવી રહ્યાં છે. આ લેખમાં, આપણે ભારતના સમૃદ્ધ રાજ્યો (Rich states of India) વિશે ચર્ચા કરીશું.
આ પણ વાંચો : વધતી ઉંમરમાં આ પદ્ધતિઓથી રોકી શકાય છે ડાયાબિટીસ
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર ભારતનું સૌથી અમીર રાજ્ય છે. આ રાજ્યનો ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 38.79 લાખ કરોડ રૂપિયા છે. મહારાષ્ટ્રને ભારતની આર્થિક રાજધાની પણ કહેવામાં આવે છે. અહીં ઔદ્યોગિકીકરણ તેની ટોચ પર છે. કપાસ, સોયાબીન અને શેરડીનું સારું ઉત્પાદન થાય છે. આ રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે.
તમિલનાડુ
ભારતના સૌથી ધનિક રાજ્યોમાં તમિલનાડુ બીજા ક્રમે આવે છે. આ રાજ્યનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 28.3 લાખ કરોડ રૂપિયા છે. આ રાજ્ય એન્જિનિયરિંગ, ઓટો-મોબાઈલ અને ટેક્સટાઈલ ક્ષેત્રોમાં આગળ પડતુ સ્થાન ધરાવે છે. આ રાજ્યની વસ્તી 7 કરોડથી વધુ છે.
ગુજરાત
ગુજરાત ભારતનું ત્રીજું સૌથી ધનિક રાજ્ય છે, આ રાજ્યનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 25.62 લાખ કરોડ રૂપિયા છે. આ રાજ્ય માત્ર સંસ્કૃતિમાં જ નહીં પણ રેલ, બંદર અને રોડ નેટવર્કમાં પણ ઘણું આગળ પહોંચી ગયું છે. આ રાજ્યની વસ્તી 6 કરોડથી વધુ છે.
કર્ણાટક
ભારતના દક્ષિણમાં સ્થિત કર્ણાટક રાજ્ય દેશનું ચોથું સૌથી ધનાઢ્ય રાજ્ય છે, આ રાજ્યનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ અંદાજે રૂ. 25 લાખ કરોડ છે. કર્ણાટક શરૂઆતથી જ એક સમૃદ્ધ રાજ્યની છબી ધરાવે છે. ઔદ્યોગિક ક્ષેત્ર ઉપરાંત, આ રાજ્યમાં કૃષિ ક્ષેત્રે પણ ખૂબ વિકાસ થયો છે, આ સિવાય કર્ણાટક આઇટી, બાયોટેક અને એરોસ્પેસમાં પણ આગળ પડતુ સ્થાન ધરાવે છે. આ રાજ્યની વસ્તી 6 કરોડથી વધુ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ઉત્તર પ્રદેશ
ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, ઉત્તર પ્રદેશનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 24.39 લાખ કરોડ રૂપિયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં ખેતી, ઉત્પાદન અને સેવા ક્ષેત્રો ખૂબ લોકપ્રિય બન્યા છે. આ રાજ્યમાં લગભગ 20 કરોડની વસ્તી રહે છે, જે ભારતના અન્ય રાજ્યો કરતા ઘણી વધારે છે.
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળ ભારતનું છઠ્ઠું સૌથી ધનિક રાજ્ય છે, આ રાજ્યનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ રૂ. 17.19 લાખ કરોડ છે. આ રાજ્યની સંસ્કૃતિ અને વ્યાપારી ક્ષેત્ર અદ્ભુત છે. આ રાજ્યની વસ્તી 9 કરોડથી વધુ છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
રાજસ્થાન
રાજસ્થાન સમૃદ્ધ રાજ્યોની યાદીમાં સાતમા સ્થાને આવે છે, આ રાજ્ય તેના ઇતિહાસ અને સંસ્કૃતિને કારણે પહેલાથી જ ખૂબ સમૃદ્ધ હતું પરંતુ હવે આ રાજ્યનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 15.7 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ રાજ્યમાં કૃષિ, પ્રવાસન અને અન્ય ક્ષેત્રોનો પણ વિસ્તરણ થયો છે. આ રાજ્યની વસ્તી લગભગ 7 કરોડ છે.
આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશ રાજ્ય આ યાદીમાં આઠમા સ્થાને આવે છે, આ રાજ્યનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 14.49 લાખ કરોડ રૂપિયા છે. આ રાજ્યના વિશાખાપટ્ટનમમાં આવેલા બંદર અને ઔદ્યોગિક ક્ષેત્ર ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યાં છે અને આ રાજ્યની વસ્તી લગભગ 8.5 કરોડ છે.
આ પણ વાંચો : IMFની ચેતવણી, AIથી દુનિયામાં 40% નોકરીઓ પર જોખમ
તેલંગાણા
ભારતનું સૌથી નવું રાજ્ય, તેલંગાણા રાજ્ય ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે, જો આપણે આ રાજ્યની વાત કરીએ તો આ રાજ્યનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ લગભગ 14 લાખ કરોડ રૂપિયા છે. આ રાજ્યમની વસ્તી આશરે 4 કરોડ છે.
મધ્ય પ્રદેશ
ભારતના મધ્યમાં સ્થિત મધ્યપ્રદેશ રાજ્ય આ યાદીમાં 10મા સ્થાને છે. આ રાજ્યને ભારતનું હૃદય કહેવામાં આવે છે. મધ્યપ્રદેશની વસ્તી અંદાજે 7.5 કરોડ છે અને આ રાજ્યનું ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ 13.87 લાખ કરોડ રૂપિયા છે.