Ambarish Der Resignation : ગઈ કાલે અંબરીશ ડેરના પક્ષપલટાની અટકળો લગાવાઈ રહી હતી જે આજે હકીકત સાબિત થઈ છે. કોંગ્રેસના નેતા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસનો સાથ છોડ્યો છે.
આ પણ વાંચો – મહિલાઓને દર મહિને મળશે 1000 હજાર રૂપિયા
Ambarish Der Resignation : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પક્ષપલટાની મોસમ ખીલેલી છે. એક પછી એક કોંગ્રેસના નેતા પક્ષપલટો કરી ભાજપમાં ભળી રહ્યાં છે. થોડા દિવસોથી અંબરીશ ડેર પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ થઈ રહી હતી. જો કે આ અટકળો હવે હકીકત સાબિત થઈ છે. કોંગ્રેસ નેતા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધુ છે. રાજીનામા બાદ ભાજપમાં જોડાવા અંગે મોટુ નિવેદન આપતા કહ્યું કે હું આવતીકાલે બપોરે 12.30 વાગ્યે ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈશ.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મહત્વનું છે કે આજે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે કોંગ્રેસનાં નેતા તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે ચર્ચા થઈ હોવાનાં સમાચાર વહેતા થતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. જણાવી દઈએ કે ભૂતકાળમાં અંબરીશ ડેરે ભાજપનાં કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. તેમજ લોકસભા સમયે એક બાદ એક સિનિયર નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં વધુ એક કોંગ્રેસી નેતા ભાજપમાં તેમનાં ટેકેદારો સાથે જોડાશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ડેર માટે વિધાનસભાની બેઠક થશે ખાલી
લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકરણાં અનેક મોટા બદલાવો જોવા મળી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ફેરફાર થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. અંબરીશ ડેર ભાજપમાં જોડાતા તેઓને રાજુલા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવવાની ભાજપ તૈયારી કરી રહ્યું હોવાની ચર્ચા છે. બીજી બાજુ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને ભાવનગર બેઠક પરથી લોકસભાની ટિકિટ આપવા ભાજપ મોવડી મંડળ તૈયારી હોવાનું જાળવા મળ્યું છે.