મંગળવારની વ્રત કથાના પાઠથી જીવનના તમામ દુ:ખ દર્દ થાય છે દુર

ખબરી ગુજરાત ધર્મ
Spread the love

Mangalvar Ni Vrat Katha : એક વૃદ્ધ મહિલા હંમેશા મંગળવારનું વ્રત રાખતી હતી અને તેના પુત્રનો જન્મ પણ મંગળવારે થયો હતો. તે પ્રેમથી તેને માંગલિયા કહીને બોલાવતી હતી. મંગળવારે તે મોટી ખોદવાનું કે ઘરમાં લિંપણ કામ કરતી નહોતી. મંગળવારની સંપૂર્ણ વાર્તા અહીં વાંચો.

આ પણ વાંચો : 13 Dec 2023 Ka Rashifal આપ નો દિવસ શુભ હો!

ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારે વ્રત રાખવામાં આવે છે. આ દિવસે હનુમાન ચાલીસા, સુંદરકાંડ વગેરેનો પાઠ કરવામાં આવે છે. 21 મંગળવાર સુધી સતત ઉપવાસ કરવાથી મંગલ દોષ દૂર થાય છે. મંગળવારનું વ્રત તમામ પ્રકારના સુખ, સુમૃદ્ધિ, સન્માન અને પુત્રના પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે.

મંગળવાર વ્રતની કથા

એક વૃદ્ધ મહિલા હંમેશા મંગળવારનું વ્રત રાખતી હતી અને તેના પુત્રનો જન્મ પણ મંગળવારે થયો હતો. તે પ્રેમથી તેને માંગલિયા કહીને બોલાવતી. મંગળવારે તે મોટી ખોદવાનું કે ઘરમાં લિંપણ કામ નોહતી કરતી. એકવાર ભગવાન મંગલદેવ બ્રાહ્મણના વેશમાં તેમની પરીક્ષા કરવા આવ્યા અને કહ્યું, મારે ભોજન બનાવવું છે, શું તમે ગાયના છાણથી સામે રહેલી જમીન પર લિંપણ કરી શકશો. વૃદ્ધ મહિલાએ તરત જ જવાબ આપ્યો, મહારાજ, આજે મંગળવાર છે. તેથી જ આજે હું જમીન પર લિંપણ નહિ કરી શકું, હું પાણી છાંટીને જમીનને સ્વચ્છ કરી શકું છું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આના પર બ્રાહ્મણ દેવે કહ્યું, ના, હું તો ગાયના છાણથી લિંપાયેલી જમીન પર જ ભોજન પકાવું છું. પરંતુ વૃદ્ધ મહિલાએ નમ્રતાથી કહ્યું કે આજે લિંપણ કરવા સિવાય તમે જે કંઈ કહેશો તે હું કરીશ. ત્રણ વાર એવું વચન લીધા પછી બ્રાહ્મણે કહ્યું, કે જો તમે તમારા પુત્રને બોલાવો તો હું તેની પીઠ પર ભોજન રાંધીશ. ગરીબ વૃદ્ધ મહિલા વચન આપી ચૂકી હતી, તેથી તેણે માંગલિયાને બોલાવીને બ્રાહ્મણ દેવની સામે જમીન પર સૂવાનું કહ્યું અને તે પોતે ઘરનું કામ કરવા જાઉં છું તેમ કહી ઘરની અંદર જતી રહી.

પછી બ્રાહ્મણ દેવે તેની પીઠ પર અગ્નિ પ્રગટાવીને ભોજન રાંધ્યું અને પછી વૃદ્ધ સ્ત્રીને તેના પુત્રને બોલાવવા અને તેને પણ પ્રસાદ લેવા માટે કહ્યું. આ સાંભળી વૃદ્ધ મહિલા બોલી, મહારાજ, તમે તેની પીઠ પર અગ્નિ પ્રગટાવ્યો હતો, અત્યાર સુધીમાં તો બાળક મરી ગયો હશે. તેમ છતાં, બ્રાહ્મણ દેવે ઓછામાં ઓછા એક વખત તેના પુત્રને બોલાવવાનું કહ્યું અને તેણે તેમ કર્યું કે તરત જ તેનો પુત્ર દોડી આવ્યો. હવે બ્રાહ્મણ દેવ તેના વાસ્તવિક સ્વરૂપમાં આવ્યા અને કહ્યું, માતા, તમારું વ્રત સફળ થયું છે, તમારા હૃદયમાં ઇષ્ટદેવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા છે, તમને અને તમારા પુત્રને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તમારુ હંમેશા કલ્યાણ થશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

Disclaimer – અહીં આપવામાં આવેલી માહિતી, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ખબરી મીડિયા તેની પુષ્ટિ કરતું નથી.