Jagdish, Khabri Media Gujarat
ગુજરાતના અમરેલી જિલ્લામાં હવે નાના વિમાનનું ઉત્પાદન શરૂ થશે. વિમાન નિર્માતા એરો ફ્રેયર કોર્પોરેશન દ્વારા નાના વિમાનોના નિર્માણ માટેના પ્રોજક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ. આ તકે ભાજપ પ્રમુખ સીઆર પાટિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. વિમાનનું નિર્માણ આગામી વર્ષે શરૂ થાય તેવી શક્યતા છે. એટલું જ નહિ પ્રથમ વર્ષે 25 વિમાન બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : તાળી પાડો અને રામનું નામ લો તો હાર્ટ અટેક અડશે પણ નહીં: મોરારી બાપુ
ઉલ્લેખનીય છે, અમરેલી જિલ્લો ઔદ્યોગિક રીતે પછાત જિલ્લો માનવામાં આવે છે. ત્યારે અહીં વિમાનનું પ્રોડ્કશન શરૂ થતા અન્ય ઉદ્યોગોનો માર્ગ મોકળો થશે. તેમજ રોજગારીનું સર્જન થશે. અમરેલીના લાઠી રોડ પર આ વિમાન બનાવવાના પ્રોજેક્ટનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું. ભાજપ પ્રદેશ સીઆર પાટિલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલા અને વલ્લભ કુલભુષણ વૈષ્ણવાચાર્યના હસ્તે પ્રોજ્ક્ટનું ભુમિ પૂજન કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો : Elvish Yadav Case : શા માટે કરાઈ પોલીસ ઈન્ચાર્જ પર કાર્યવાહી?
300 જેટલાં લોકોને મળશે રોજગારી
કંપનીના જણાવ્યાં, અનુસાર અહીં ફોર સિટર અને સિક્સ સિટરના નાના વિમાનો તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ આગામી વર્ષથી કાર્યરત થશે. તેની સાથે સાથે વાર્ષિક 25 વિમાનોનું નિર્માણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. તેમજ દર વર્ષે તેના પ્રોડક્શનમાં વધારો કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે 300 જેટલા લોકોને રોજગારી મળી રહેશે. ઉપરાંત વિમાન રિપેરિંગ અને સ્પેર પાર્ટ્સ બનાવવાનું પણ કાર્ય હાથ ધરાશે. પાયલોટ ટ્રેનિંગ સેન્ટર પણ ઊભુ કરાશે. હાલ કંપની દ્વારા વડોદરામાં પાયલોટ ટ્રેનિંગ પ્રોજ્કટ કાર્યરત છે. ટ્રેનિંગ લઈ રહેલા પાયલટ્સ પણ અહીં ઉપસ્થિત રહ્યાં હતા.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
આ પ્રસંગે શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસરિયા, સાંસદ નારણ કાછડીયા, રમેશ ધડુક, નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, હીરા સોલંકી, જે.વી.કાકડીયા, જનક તળાવીયા, મહેશ કસવાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.