Hit and run : અમદાવાદમાં શહેરમાં વધુ એક વાર રફ્તારનો રાક્ષસ લોકોના ટોળા પર ફરી વળ્યો હતો. જી હા એક કાર ચાલકે લગ્ન પ્રસંગમાં કાર ઘૂસાડી દેતા 12 લોકોને અડફેટે લીધા છે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ
Hit and run : અમદાવાદમાં વધુ એક નબીરાએ બેફામ ડ્રાઇવિંગથી ભયનો માહોલ ઉભો કર્યો છે. અમદાવાદના દાણીલીમડા પટેલ મેદાન વિસ્તારમાં એક નબીરાએ 12 લોકોને અડફેટે લીધા હતા. ચાલુ લગ્ન પ્રસંગ દરમિયાન કાર મંડપમાં ઘૂસી જતા નાસ ભાગ મચી ગઈ હતી. આ હિટ એન્ડ રનની ઘટનામાં 12 લોકોને ઇજા પહોંચી છે. જેને લઈ લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો છે. બનાવને પગલે લોકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મળતી માહિતી અનુસાર દાણીલીમડામાં લોખંડવાલા ફ્લેટ નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અહીં બેફામ કાર ચાલકે કાર લગ્ન પ્રસંગમાં ઘૂસાડી દીધી હતી. કાર ચાલકે આશરે 12 લોકોને અડફેટે લેતો તેઓને ઈજા પહોંચી હતી. અચાનક ચાલુ લગ્ન પ્રસંગે કાર ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો. અકસ્માત બાદ કાર ચાલક લોકોએ ઝડપી પાડ્યો હતો. અકસ્માત બાદ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેવડામાં આવ્યાં હતા.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
નોંધનીય છે કે અમદાવાદમાં અવારનવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવે છે. બેફામ બની કાર ચલાવતા નબીરાઓ નિર્દોષ લોકોને અડફેટે લઈ રહ્યાં છે. ઘણાં લોકોએ જીવ પણ ગુમવવો પડે છે. ત્યારે પ્રકારની ઘટનાઓ પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા કરી રહી છે. લાગે છે કે છાટકા બનેલા નબીરોમાં પોલીસ અને કાયદાનો જરાઇ ડર રહ્યો નથી.