પીએમ મોદીએ ભારતીય ડ્રેસિંગ રૂમની મુલાકાત લીધીઃ પીએમ મોદી પોતે મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને ટીમ ઈન્ડિયાની હાર બાદ પીએમ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મોહમ્મદ શમીએ એક ફોટો ટ્વીટ કર્યો છે.

World Cupમાં હાર બાદ પીએમ મોદીએ ગળે લગાવીને ખેલાડીઓનું વધાર્યું મનોબળ

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

Dinesh Rathod, Gujarat, Khabri media
Cricket World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં વર્લ્ડ કપ 2023ની (ICC Mens Cricket World Cup 2023) ફાઇનલ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને 140 કરોડ લોકોનું સપનું ચકનાચૂર કરી નાખ્યું હતું અને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. સમગ્ર વિશ્વ કપમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ફાઈનલ મેચમાં ટીમ સારૂ પ્રદર્શન કરી શકી ન હતી. જો કે મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહની જોડીએ સારી શરૂઆત અપાવી હતી. પરંતુ ત્રણ વિકેટ પડ્યા બાદ ટ્રેવિસ હેડે એકલા હાથે ભારત પાસેથી જીત છીનવી લીધી હતી.

Image: Social media

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

ભારતની હાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ભાવુક જોવા મળ્યા હતા. ખેલાડીઓ એકબીજાને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. જ્યાં પીએમ મોદી પોતે પણ મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને ટીમ ઈન્ડિયાની હાર બાદ પીએમ મોદી (PM Modi) ભારતના ડ્રેસિંગ રૂમ (Dressing room)માં ગયા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મોહમ્મદ શમીએ એક ફોટો ટ્વીટ કર્યો છે.

આ પણ વાંચો: જો તમે પણ રેટિંગ જોઈને ઑનલાઈન શોપિંગ કરતા હોય તો સવધાન…!

મોહમ્મદ શમી (Mohammad shami) એ સોશિયલ મીડિયા સાઇટ ‘X’ પર પીએમ મોદી સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું, “દુર્ભાગ્યથી ગઈકાલે અમારો દિવસ નહોતો. હું સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમારી ટીમ અને મને સપોર્ટ કરવા બદલ તમામ ભારતીયોનો આભાર માનું છું. હું પીએમ નરેન્દ્ર મોદીનો પણ આભારી છું. ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં આવવા અને અમને ઉત્સાહિત કરવા માટે. અમે પાછા આવીશું!”

Image: Social media

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.