Israel-Hamas War Viral Video: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે હાલ યુદ્ધવિરામ છે. ત્યારે ગાઝામાં કાટમાળ નીચેથી 37 દિવસ બાદ એક માસૂમ બાળક જીવતું મળી આવ્યું છે. આ ચમત્કારિ ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ભર શિયાળે કેસર કેરીની આવક, ભાવ ભડકે બળ્યો
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામ વચ્ચે ગાઝામાંથી એક આશ્ચર્ય પમાડે તેવા સમાચાર સામે આવ્યાં છે. અહીં ભયાનક બોમ્બ વિસ્ફોટના 37 દિવસ બાદ કાટમાળ નીચેથી એક બાળક જીવતું મળી આવ્યું હતું. આ બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, કાટમાળ નીચે જીવિત મળી આવેલ માસૂમ બાળકનો જન્મ ઈઝરાયલ-હમાસ યુદ્ધની શરૂઆતના થોડા દિવસ પહેલા થયો હતો. સંઘર્ષ શરૂ થતાં જ ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર બોમ્બમારો શરૂ કરી દીધો. જેમાં અનેક મકાનો ધરાશાયી થઈ ગયા હતા, જ્યાં જુઓ ત્યાં મૃતદેહોના ઢગલા હતા. હોસ્પિટલોમાં મૃતદેહો રાખવા માટે જગ્યા ન હતી. મોટાભાગના શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા હતા. તેમાં આ માસુમ બાળક ધરાશાયી મકાનના કાટમાળ નીચે ફસાયું હતુ.
37 દિવસ બાદ કાટમાળ નીચેથી જીવતું નીકળ્યું બાળક
રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલના બોમ્બમારામાં આ માસૂમ બાળકનું ઘર ધરાશાયી થઈ ગયું હતું પરંતુ આ બાળકના શ્વાસ રોકાયા નહોતા. કાટમાળ નીચે દટાઈ જવા છતાં આ માસૂમ બાળક 37 દિવસ સુધી જીવતું રહ્યુ. સિવિલ ડિફેન્સના સભ્ય અને ફોટોગ્રાફર નોહ અલ શગનોબીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે ત્રણ કલાકની મહેનત બાદ તૂટેલા મકાનની અંદરથી બાળકને બહાર કાઢવામાં આવ્યો છે.
બાચવકર્મીઓ પણ રહી ગયા દંગ
વીડિયોમાં જોઈ શકાય છે, કે જ્યારે આ બાળકને બહાર કાઢવામાં આવ્યું ત્યારે ત્યાં હાજર લોકો રડવા લાગ્યા હતા. તેણે ભગવાનનો આભાર માન્યો. માસૂમ બાળકને જીવતો જોઈને રેસ્ક્યુ ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. વિડિયોમાં, બધા તેને પોતાના ખોળામાં લઈને પ્રેમ કરતા જોવા મળે છે. વિડિયોમાં જોઈ શકાય છે, કે આટલા કલાકો સુધી મોતનો સામનો કરવા છતાં બાળક એકદમ સ્વસ્થ છે.
આ પણ વાંચો : MPથી પ્રેમિકા આવી પ્રેમીને મળવા ગુજરાતમાં, પ્રેમી ન આવતા મદદે આવી 181
રિપોર્ટ અનુસાર, કાટમાળમાંથી બચી ગયેલા આ માસૂમ બાળકના પરિવાર વિશે કંઈ જાણવા મળ્યું નથી. નોંધનીય છે કે 7 ઓક્ટોબરના રોજ હમાસે અચાનક ઈઝરાયેલના વિસ્તારમાં હુમલો કર્યો હતો, જેમાં સેંકડો નિર્દોષ લોકો મોત થયા હતા. ત્યારબાદ ઇઝરાયેલે હમાસના પર વળતા હુમાલા શરૂ કર્યાં હતા. આ હુમલામાં આશરે 15 હજાર પેલેસ્ટિનિયનોએ ઇઝરાયેલના હુમલામાં જીવ ગુમાવ્યો, જેમાં મોટાભાગે બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.