Ayodhya Masjid Nirman : અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Mandir)ની સાથે વધુ એક વર્લ્ડ ક્લાસ ધાર્મિક સ્થળનું નિર્માણ થશે. જી હા અયોધ્યાની બાબરી મસ્જિદ (Babri Masjid) માટે ધન્નીપુરમાં મળેલી 5 એકર જમીન પર દેશની સૌથી મોટી મસ્જિદ આકાર પામશે. આ મસ્જિદના નિર્માણ માટેનો શિલાન્યાસ મક્કાના ઈમામ દ્વારા કરવામાં આવશે. વધુ જાણકારી આપતા મસ્જિદ મુહમ્મદ બિન અબ્દુલ્લા વિકાસ સમિતિના અધ્યક્ષ અને મુંબઈના બીજેપી નેતા હાજી અરાફાત શેખે કહ્યું કે અયોધ્યામાં નિર્માણ પામનાર નવી મસ્જિદ, ભારતની સૌથી મોટી મસ્જિદ હશે. જ્યાં વિશ્વનું સૌથી મોટું કુરાન પણ રાખવામાં આવશે.
આ પણ વાંચો : 47 વર્ષિય એક્ટર શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ એટેક
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ મસ્જિદના નિર્માણ માટે 29 જુલાઈ 2020ના રોજ બનેલા ટ્રસ્ટ ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશને શરૂઆતમાં અયોધ્યા મસ્જિદ અને કેટલીક અન્ય સુવિધાઓના નિર્માણ માટે તૈયારી કરી હતી. જો કે આ વર્ષે ઓક્ટોબરમાં, મુંબઈમાં વરિષ્ઠ મૌલવીઓ અને ફાઉન્ડેશનના અધ્યક્ષ જુફર અહમદ ફારૂકીની હાજરીમાં જાહેરાત કરવામાં આવી કે આ મસ્જિદનું નામ મુહમ્મદ બિન અબ્દુલ્લા રાખવામાં આવશે. આ પ્રસંગે મસ્જિદની નવી ડિઝાઈન પણ જાહેર કરવામાં આવી હતી. શેખે કહ્યું કે મસ્જિદમાં પાંચ મિનારા હશે. જે ઈસ્લામના પાંચ સ્તંભો – કલિમા, નમાજ, રોજા, હજ અને જકાતનું પ્રતિક હશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
તાજ મહેલને પણ ટક્કર મારશે અયોધ્યાની મસ્જિદ
ટીઓઆઈમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર શેખે કહ્યું કે તે ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે અને હવે તેમને મસ્જિદ વિકાસ સમિતિના પ્રમુખ પણ બનાવામાં આવ્યાં છે. મસ્જિદ પરિસરમાં એક કેન્સર હોસ્પિટલ, સ્કુલ અને કોલેજ, એક સંગ્રહાલય અને એક પુસ્તકાલય તેમજ એક સંપૂર્ણ શાકાહારી ભોજનાલય પણ હશે. જ્યાં મુલાકાતીઓને ફ્રીમાં ભોજન સુવિધા આપવામાં આવશે. શેખે કહ્યું કે, આ મસ્જિદમાં બનેલું વિશાળ માછલી ઘરે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. શેખે દાવો કર્યો છે કે તેની સુંદરતા તાજ મહેલને પણ ટક્કર આપશે, શેખે કહ્યું સાંજ પડતા જ નમાજની સાથે મસ્જિદમાં લાગેલા ફુવારાઓ જીવંત થશે. તમામ ધર્મોના લોકો શાંતિ અને સદ્ભાવ માટે આ સ્મારકને જોવા આવશે. ભલે તેઓ અહીં પ્રાર્થના ના કરે.