Afghanistan plane crash : અફઘાનિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અફઘાનિસ્તાન મીડિયા રિપોર્ટ અનુસાર, એક દુખદ ઘટનામાં રસ્તો ભટકેલું પેસેન્જર વિમાન શનિવારે 20 જાન્યુઆરી રાતે બદખ્શાનમાં જેબક જિલ્લાના પહાડી વિસ્તારો સાથે અથડાતા ક્રેશ થઈ ગયું હતુ.
આ પણ વાંચો : કાશ્મીરમાં બરફવર્ષાની મજા માણવા માંગતા લોકો, આ સમાચાર વાંચી લે
Afghanistan plane crash : અફઘાનિસ્તાનમાં (Afghanistan) એક મોટી દુર્ઘટના સામે આવી છે. અફઘાનિસ્તાન મીડિયાના રિપોર્ટ (Afghnaistan Media Report) અનુસાર, આ દુખદ ઘટનામાં વિમાન પોતાનો માર્ગ ભૂલી ગયું હતુ અને શનિવાર 20 જાન્યુઆરીની રાતે બદખ્શાનમાં જેબક જિલ્લાના પર્વતીય વિસ્તારમાં અથડાયું હતુ. હજુ સુધી આ વિમાનની ઓળખને લઈ ભારત સરકાર તેમજ અફઘાનિસ્તાન સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
ભારતનું વિમાન નથી
ભારતીય વિમાન મંત્રાલયે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું, અફઘાનિસ્તાનમાં જે વિમાન દુર્ઘટના (plane crash) સર્જાય છે તે ન તો ભારતીય વિમાન (Indian Plane) છે કે ન તો નોન શેડ્યુલ્ડ (એનએસઓપી) ચાર્ટર્ડ વિમાન. તે મોરક્કન રજીસ્ટ્રેશન ધરવાતુ નાનું વિમાન છે. વધુ જાણકારી માટે રાહ જોવાઈ રહી છે. આ પહેલા વિમાન ભારતનું હોવાનો અફઘાન મીડિયાએ દાવો કર્યો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
બદખ્શાનના સૂચના અને સંસ્કૃતિ વિભાગના પ્રમુખ જબીહુલ્લાહ અમીરીએ કહ્યું કે બદખ્શાન વિસ્તારના કુરાન-મુંજન અને જેબક જિલ્લાઓ સાથે તોપખાનાના પહાડોમાં આ પેસેન્જર પ્લેન દુર્ઘટનાગ્રસ્થ થયું હતુ. તેઓએ કહ્યું કે તપાસ માટે આ વિસ્તારમાં એક ટીમ મોકલવામાં આવી છે. સ્થાનિક લોકો અનુસાર વિમાન રવિવારે સવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતુ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ વિમાનમાં કેટલા લોકો સવાર હતા અને દુર્ઘટનામાં શિકાર મુસાફરો ક્યાં દેશના હતા તેને લઈ કોઈ જાણકારી સામે આવી નથી.