Royal Enfield Bullet Price: રોયલ એનફિલ્ડ બુલેટ ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી બાઇકમાંથી છે. આજે પણ યુવાનો હોય કે વૃદ્ધો તમામ લોકોમાં બુલેટનો અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. રોયલ એનફિલ્ડ બુલેટ 350ને એક સોશિયલ સ્ટેટસ માનવામાં આવે છે.
આ પણ વાંચો – 21 April : જાણો, આજનો ઈતિહાસ
Royal Enfield Bullet Price: રોયલ એનફિલ્ડ બુલેટ ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી બાઇકમાંથી છે. આજે પણ યુવાનો હોય કે વૃદ્ધો તમામ લોકોમાં બુલેટનો અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. રોયલ એનફિલ્ડ બુલેટ 350ને એક સોશિયલ સ્ટેટસ માનવામાં આવે છે. રોયલ એનફિલ્ડે બુલેટ 350ની ડિઝાઇનમાં સમય સાથે પરિવર્તન થયું છે. હાલ આ બાઈકની એક્સ શોરૂમ કિંમત દોઢ થી બે લાખ રૂપિયા છે. પરંતુ શું તમે જાણો છો કે 1986માં બુલેટ બાઇકની કિંમત કેટલી હતી? આવો જાણીએ
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
બાઇક લવર્સમાં રોયલ એનફિલ્ડ બુલેટનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ભારતમાં રોયલ એનફિલ્ડ લાર્જેસ્ટ સેલિંગ બાઇક છે. તેના લેટેસ્ટ મોડલ યંગસ્ટર્સની પહેલી પસંદ બન્યાં છે. પરંતુ શું તમે જાણો છો કે રોયલ એનફિલ્ડ 3 થી 4 દાયકા પહેલા કેટલી કિંમતમાં મળતુ હતુ. સોશિયલ મીડિયા પર હાલ આ બાઇકનું જુનુ બિલ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ બિલમાં બુલેટ 350ની કિંમત જોઈને તમને વિશ્વાન નહિ આવે.
સમય સાથે ડિઝાઇમાં પરિવર્તન
સમય સાથે રોયલ એનફિલ્ડની ડિઝાઇનમાં પરિવર્તન જોવા મળ્યું છે. સમય સાથે આ બાઇક વધુને વધુ સ્ટાઇલિશ બનતી ગઈ છે. વર્તમાન સમયમાં આ બાઇક અનેક નવા ફિચર્સથી લેસ છે. આમાં તમને સેલ્ફ સ્ટાર્ટ સહિત ઘણાં ઓપ્શન મળી રહે છે. રોયલ એનફિલ્ડ બુલેટ 350ની વર્તમાન કિંમત દોઢ લાખ થી બે લાખ જેટલી છે. અલગ અલગ શહેરોમાં તેની કિંમત અલગ હોય શકે છે. જ્યારે તેના અપગ્રેડ વેરિયન્ટની કિંમત 1 લાખ 65 હજાર જેટલી છે. જો તેના ટોપ મોડલની વાત કરીએ તો તેની કિંમત 2 લાખ રૂપિયાથી વધુની છે. ઓન રોડ કિંમતની વાત કરીએ તો તેની કિંમત 2.30 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
1986માં કેટલી હતી બુલેટની કિંમત
સોશિયલ મીડિયામાં હાલ બુલેટની કિંમતનું જે બિલ વાયરલ થઈ રહ્યું છે તેને જોઈ તમે વિશ્વાસ નહિ આવે. બિલ અનુસાર 1986માં બુલેટ 350ને 18 હજાર 700 રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતુ. જણાવાઈ રહ્યું છે કે આ બિલ ઝારખંડનું છે અને જે ડીલર પાસેથી ખરીદવામાં આવ્યું છે તેનું નામ સંદીપ ઓટો છે. સોશિયલ મીડિયામાં વાયરલ આ બિલને લઈ લોકોની નવાઈનો પાર રહ્યો નથી. તેમજ સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.